રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમની કચેરી( કોલોની ડિવિઝન વિભાગ નંબર 3 તથા પેટા વિભાગ નંબર 3/1) દ્વારા કેવડીયા કોલોની ખાતે નિગમ કચેરીની બહાર ના લોકોને બિન અધિકૃત રીતે મકાન ફાળવાતા હોવાનો મુદ્દા એ ચર્ચાનો જોર પકડ્યું છે કેવડીયા કોલોની નિગમની સ્થાનિક કચેરી દ્વારા અમુક લોકોને નિગમ ના નીતિ નિયમો નેવે મૂકીને બિન અધિકૃત રીતે મકાન ફાળવવામાં આવ્યા છે જ્યારે અમુક લોકોને કચેરી તરફથી નિયમો બતાવીને મકાનો ફાળવવામાં આવ્યા નથી જેના કારણે લોકોમાં કચેરી પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે કેવડિયા કોલોનીના નગરજનોનો કહેવું છે કે અમુક લોકોને કચેરી દ્વારા એવા રૂમ ફાળવવામાં આવ્યા છે કે જે નિગમના નીતિ-નિયમ મુજબ મળવાપાત્ર નથી તેમ છતાં પણ કોની રહેમ નજર હેઠળ ફાળવવામાં આવે છે તે જણાતું નથી અને જે નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓને મળવાપાત્ર મકાનો છે તે આપવામાં આવતા નથી જ્યારે નિગમની બહારના લોકોને મનપસંદ રૂમો કચેરીના અધિકારીઓ દ્વારા મનસ્વીપણે ફાળવવામાં આવ્યા છે કેવડીયા કોલોની ખાતે નિગમની કચેરી દ્વારા સરકારી મકાનો માત્રને માત્ર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેણાંકના હેતુ થી ફાળવવામાં આવ્યા હતા પરંતુ અહીંયા તો નિગમના કર્મચારીઓને રૂમ મેળવવા માટે પોતાની કચેરીમાં ફાફા મારવા નો સમય આવ્યો છે અને અમુક કર્મચારીઓ કે જેને મકાન આપવામાં આવ્યા છે તેઓ પોતે મકાનમાં ન રહેતા અન્ય લોકોને ભાડે આપી સરકારી મકાનો ના ભાડા ખાઇ રહ્યા છે જેના પર આજદિન સુધી કચેરીએ કોઈપણ પ્રકારના પગલા લીધા નથી આવા મકાનમાલિકો ના માર્કેટના ભાડા પણ કઢાયા નથી જાણવા મળેલ છે કે આવા મકાનોના માલિકોને કચેરીના કર્મચારીઓ દ્વારા ખાનગીમાં જાણ કરીને મકાનો ખાલી કરી દેવાય છે જેથી કરીને આવા મકાન માલિકોને માર્કેટના ભાડા કચેરીએ કાઢવા ન પડે કેવડીયા કોલોની ખાતે કચેરી દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની જાણ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે શું કચેરી માં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે સરકાર યોગ્ય પગલાં લેશે કે પછી આ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે આ બાબતે ચર્ચા નું જોર પકડ્યું છે કેવડીયા કોલોની ખાતે ફાળવેલા મકાનો પૈકી ૭૦ ટકા મકાનો બિનઅધિકૃત રીતે ફાળવેલા હોવાની બુમો ઉઠી છે આવા મકાનમાલિકો સામે કચેરી દ્વારા માર્કેટના ભાડા વસૂલાશે કે નહીં તે જોવાનું રહ્યું છે