રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ ચોમાસા ની ઋતુ માં ભારે વરસાદ પડતાં નર્મદા જિલ્લામાં અસંખ્ય રોડ,રસ્તા,નાળા,પુલ સહીતનું ધોવાણ થઈ ગયું હોવા છતાં હાલ તંત્ર કામચલાઉ કામગીરી પણ ન કરતું હોવાની બુમ રાજપીપળા : ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો હોય જેમાં નર્મદા જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યો હોવાથી જિલ્લામાં મોટાભાગના રસ્તા,પુલ, નાળા નું ધોવાણ થયું છે પરંતુ તંત્ર દ્વારા આ માટે કોઈ ખાસ કામગીરી કરાય નથી ત્યારે ગરુડેશ્વર ના ખડગડા ની પુલ જાણે મરણ પથારીએ પડ્યો હોય તેવી હાલત માં જોવા મળે છે જેમાં વરસાદ ના કારણે પુલ પર મોટા ગાબડા પડ્યા હોય રોજના હજારો વાહન ચાલકો આ પુલ પરથી પસાર થતા હોય તેમને ભારે તકલીફ માંથી પસાર થવું પડતું હોવા છતાં સ્થાનિક તંત્ર ને જાણે આ પુલ ને ભૂલી જ ગયું હોય તેમ કોઈ કામચલાઉ કામગીરી પણ કરતું નથી .
આ બાબતે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અતુલ ભાઈ તડવી એ તંત્ર ઉપર રોષ ઠાલવતા જણાવ્યું કે ખડગદા પુલ પરથી પસાર થતા લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમ છતાં સ્થાનિક અધિકારીઓ આ બાબતે કોઈ જ કામગીરી ન કરતા હોય એ પુલ ની વહેલિતકે મરામત થાય એ જરૂરી છે.