રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હિન્દુ ઘર્મમાં શ્રાવણ માસ શરૂ થતાંજ તહેવારોની હારમાળા જોવા મળે છે. ત્યારે આમાનો જ જન્માષ્ટમી પહેલા આવતો તહેવાર એટલે કે રક્ષાબંધન જે ભાઈ – બહેનના સંબંધોને કાયમી માટે જોડી રાખતો તહેવાર છે. આ રક્ષાબંધનના તહેવારનું ખુબજ મહત્વ રહેલું છે. આ તહેવાર નિમિત્તે બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને ખુબ જ રૂડા આશિર્વાદ આપે છે.
આવો તહેવાર જયારે નજીક આવી રહ્યો છે ત્યારે જે માં ભારતીના રક્ષકો કે જે સતત પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની સરહદે અડીખમ ઉભા રહીને પોતાના દેશની રક્ષા કરે છે. ત્યારે તે ભાઈની ચિંતા પણ બહેનને થતી હોય છે. ત્યારે બહેનોની પણ ફરજ બને છે કે પોતાના દેશની સુરક્ષામાં ઉભા રહેલા ફૌજી ભાઈને રાખડીના કવરમાં પોતાના હાથે રૂડા આશિર્વાદ આપતો પત્ર લખીને મોકલે છે.
નર્મદા જિલ્લા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા “પહેલી રાખી, દેશ પ્રેમ કી” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના રાજ્યા નાં ૧૮૫૪૪ ગામડાઓમાંથી એક એક રક્ષા અને પોતાની કાલીઘેલી ભાષામાં પત્ર દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર આર્મી જવાનોને મોકલવાનું બીડું ઝડપ્યું છે આ અભિયાનમાં ગુજરાતભરના તમામ કલાકારો, સંતો, મહંતો, વિચારકો, સેલિબ્રિટીઓ, સામાજિક કાર્યકરો સહીત તમામ પ્રજાજનોને જોડી એક્સત્રતાથી જોડવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે જેનાથી દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર જવાનોને આત્મબળ , રાષ્ટ્રવાદ અને જુસ્સો વધારવાથી તેમનું મનોબળ વધશે. આ શુભ કાર્ય ગ્રામ્ય વિસ્તારની બહેનો દ્વારા કરવામાં આવ્યું અને દેશની રક્ષા કરી રહેલા ફૌજીઓને રૂનું પહેલી રાખી દેશ પ્રેમ કીના રૂડા આશિર્વાદ સાથે રાખડી તથા શુભ આશિષ આપતો પત્ર પણ મોકલવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડનાં નર્મદા જિલ્લાના સંયોજક સંજયભાઈ તડવી તેમજ ડૉ જીગરભાઈ ઇનામદાર ના માર્ગદર્શન હેઠળ અને ઝોન સંયોજક કિશોરસિંહ વાંસદીયા ના સહયોગ થી પહેલી રાખી, દેશપ્રેમ કી”,ત્યારે બહેનોની પણ ફરજ બને છે કે પોતાના દેશની સુરક્ષામાં ઉભા રહેલા ફૌજી ભાઈને રાખડીના કવરમાં પોતાના હાથે રૂડા આશિર્વાદ આપતો પત્ર લખીને મોકલે છે. નર્મદા જિલ્લાના ગરુડેસ્વર,તિલકવાળા નાંદોદ ડેડીઆપાડા સાગબારા રાજપીપલા નગર તાલુકામાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા “પહેલી રાખી, દેશ પ્રેમ કી” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના ૧૮૫૪૪ ગામડાઓમાંથી એક એક રક્ષા અને પોતાની કાલીઘેલી ભાષામાં પત્ર દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર આર્મી જવાનોને મોકલવાનું બીડું ઝડપ્યું છે આ અભિયાનમાં ગુજરાતભરના તમામ સંતો, મહંતો, વિચારકો, સામાજિક કાર્યકરો સહીત તમામ પ્રજાજનોને જોડી એક્સત્રતાથી જોડવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.