રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગભાણ આ ગામના વતની મધુબેન નાનુભાઈ તડવી ની જમીન સર્વે નંબર 168 સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટર થે રેલવે લાઈનમાં ઢોલ ગુંઠા જમીન સંપાદન કરવામાં આવેલ હતી અને બાકીની જમીન કે જે ખેતીલાયક છે તે જમીન ઉપર કોન્ટ્રાક્ટર તથા રેલવેના અધિકારીઓ દ્વારા ગરનાળા ની કામગીરી ચાલુ કરવામાં આવી હતી તે દરમિયાન કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા તેઓની જમીન માં રહેલી થોરની વાળને જાતે કરી નાખી વગર મંજૂરીએ જમીન માલિકીની જમીનમાં ડાયવર્ઝન આપી રેતી કપચી તથા અન્ય સામગ્રી મૂકી દીધેલ છે ત્રણ મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જમીન માલિકને ન ગાંઠતા દાદાગીરી કરી રહ્યા છે આ બાબતે મધુબેન નાનુભાઈ તડવીએ કેવડીયા પોલીસ મથકમાં પણ અરજી આપેલ છે તેમ છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમજ ફરિયાદ નોંધવાનું કહેતા કેવડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ નથી તેમ જમીન માલિક મધુબેન તડવી નું કહેવું છે વધુમાં જણાવ્યું હતું કે મારા ખેતરમાં ભારે વાહનોની અવર જવરના કારણે જમીન પણ ખરાબ થઈ ગઈ છે તેમજ આ વર્ષે કોઈ પાક જમીન પર થઈ શકે તેમ નથી તો આ નુકસાનીનું વળતર કોણ ચૂકવશે? જેથી તેઓએ ન્યાય મેળવવા માટે કલેક્ટર કચેરી નર્મદા નાયબ કલેકટર કચેરી નર્મદા તથા જિલ્લા પોલીસ વડા કચેરી રાજપીપળા નર્મદાને લેખિતમાં રજૂઆત કરી છે.