રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નગરપાલિકા સદસ્યા કિંજલબેન તડવીએ નાનો વ્યવસાય કરતા લોકો પાસે માસ્ક બનાવડાવી ગરીબ પરિવારોમાં વિનામૂલ્યે વિતરણ કર્યું.
રાજપીપળા : હાલ સમગ્ર દેશ માં કોરોના નો કેર વર્તાઈ રહ્યો હોય, સરકાર પણ આ માટે અનેક જાગૃતિ ના પ્રયાસ કરી રહી છે. જેમાં અનલોક-૧ માં વધુ છૂટછાટ મળતા લોકો નો અવર જવર પણ વધી છે તેવા સમયે કોરોના સંક્રમણ પણ વધવાની શક્યતાઓ રહેલી છે. કેટલાક મજૂરી કામ કરતા ગરીબ પરિવારો ખાસ જરૂરી એવુ માસ્ક પણ ખરીદી કરી શકતા ન હોય ત્યારે રાજપીપળા નગરપાલિકા ના સદસ્યા કિંજલબેન તડવી કે એ પોતે સેવાભાવી વ્યક્તિત્વ પણ ધરાવતા હોઈ તેમને આવા ગરીબ પરીવારોને કોરોના સંક્રમણમાંથી બચાવવા વિચાર આવ્યો અને તેમણે નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની પણ આવક ઉભી થાય તેમ કાપડના માસ્ક તેમની પાસે બનાવડાવી તેમની આવક ઉભી કરી આ માસ્ક મજૂરીકામ કરતા ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપવાનું બીડું ઝડપ્યું અને અત્યાર સુધી હજારો લોકોના મોઢે માસ્ક પહેરાવી આ ગરીબ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી એક માનવ જ્યોત જગાવી સાથે કોરોના સબંધિત માર્ગદર્શન પણ આપી લોકોમાં જાગૃતિ લાવવા ઉમદા પ્રયાસ કર્યો છે.