રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
અયોધ્યામાં ભગવાન શ્રીરામ ના ભવ્ય મંદિર નુ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં મંદિર નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત માટે વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતભરના પવિત્ર યાત્રાધામો, તીર્થ સ્થાનોમાંથી પ્રસાદી સ્વરૂપે પાવન માટી તથા પવિત્ર જળ એકત્રિકરણ માટેના ઝુંબેશના ભાગરૂપે સમગ્ર ભારત દેશના તીર્થ સ્થળો શ્રી રામ જન્મભૂમિ સાથે સદાય કાળ જોડાયેલા રહે તે હેતુસર અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ના પાયામાં દેશના તમામ પવિત્ર તીર્થ સ્થળની માટી અને પવિત્ર કુંડ/સરોવર/નદીનું અભિષેક કરેલ જળ પૂજન સાથે અર્પણ કરવા માટે અખિલ ભારતીય સ્તરે પરમ પુજન સંતો તથા વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય સમિતિનું આહ્વાન છે.
માંગરોળ મા આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મંદિરો ની પવિત્ર જળ અને માટી એકત્રણ કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમા માંગરોળ ની અતી પૌરાણીક જે નરસી મહેતાના ઈતિહાસ સાથે સંકળાયેલ ગોમતી વાવ નુ પવિત્ર જળ મુકેશગીરી બાપુ ગૌસ્વામી એ શાસ્ત્રોક્ત વિધી સાથે અર્પણ કરેલ તથા જે ઇતિહાસીક સ્વામીનારાયણ મંદિર ના વાવ નુ જળ અને માટી પૂજ્ય સ્વામી પૂર્ણ પ્રકાશદાસજી એ ધાર્મિક વિધી સાથે અર્પણ કરેલ અને કામનાથ મહાદેવ મંદિરે થી પવિત્ર જળ અને માટી કામનાથ મંદિરના મહંત શ્રી ઈશ્વરગીરી બાપુ દ્વારા પુજા અર્ચના કરી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના હોદ્દેદારોને અર્પણ આપવા મા આવ્યુ. મંદિરો ના પુજય સંતો મહંતો દ્વારા આશીર્વાદ સાથે અયોધ્યા મા વહેલી તકે ભવ્ય થી ભવ્ય મંદિર બને અને ભગવાન શ્રીરામ બિરાજમાન થાય તેવી શુભેચ્છાઓ પાઠવવા મા આવી.
આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ ના પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી, પંકજભાઇ રાજપરા, તરુણગીરી બાપુ, બજરંગ દળ ના અમિશભાઈ પરમાર, હિતેશ અગ્રવાલ, કમલેશજી, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી અગ્રણી હરીશભાઈ રૂપારેલીયા તથા અન્ય કાર્યકરો જોડાયા હતા.