જૂનાગઢ: કેશોદ તાલુકાના ગ્રાહકો ઓનલાઈન ખરીદીમાં છેતરાયા?

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારીના કહેર વર્તાયો છે જેમાં આપણો દેશ પણ બાકાત નથી જેના કારણે ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી રહી છે મંદી જેવા માહોલમાં વેપારીઓ પણ આર્થિક રીતે મુજાઈ રહયા છે. બીજી તરફ લોકો ઓનલાઈન ખરીદીનો આગ્રહ રાખતાં ઓછી કિંમત અને ઓનલાઈન કંપનીઓની લોભામણી જાહેરાતોથી અંજાઈ ઓનલાઈન ખરીદીમાં છેતરાઈ રહયાછે ઓનલાઈન ખરીદીમાં મોટા ભાગની પ્રોડકશનમાં ગેરંટી વોરંટી આપવામા પણ આવતી ન હોય અથવા ટેકનીકલ ખામી વાળી ચીજ વસ્તુઓ રીપ્લેસ ન કરવાની પણ ઘટના બનતી હોયછે તાજેતરમાં બે ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદીમાં છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે મોબાઈલ ચાર્જ માટેની પાવરબેંકની ઓનલાઈન ખરીદી કરેલ પણ તેનાથી મોબાઈલ યોગ્ય ચાર્જ ન થતાં રીપેરીંગ માટે મોકલેલ જ્યાં ખોલવામાં આવતાં જાણવા મળ્યું હતું કે વજન વધારવા માટે અંદર લોખંડની પ્લેટ અને જુના મોબાઈલની ખરાબ બેટરી જોવા મળી હતી જ્યારે અન્ય ગ્રાહકની પાવર બેંક ખોલતાં અંદર કેમીકલ અને માટી જેવું વજનદાર પદાર્થ જોવા મળ્યો હતો.

છ મહીના પહેલાં ગુજરાત ભરના મોબાઈલ એશોશીએસન દ્વારા તાલુકા જિલ્લા મથકોએ આવેદનપત્ર આપી ઓનલાઈન ખરીદીનો વિરોધ કર્યો હતો જે બાબતે કોઈ પ્રશ્ન હલ ન થતાં ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકો છેતરાઈ રહયા છે. ઓનલાઇન ખરીદી વધતા વેપારીઓનો વેપાર ઘટતો જાય છે. ગ્રાહકો ઓનલાઈન ખરીદી બંધ કરી વેપારીઓ પાસેથી માલ સામાન ખરીદે તો સ્થાનિક અર્થ તંત્ર પણ મજબૂત બને જેથી ગ્રાહકો અને વેપારીઓ બન્નેને ફાયદો થાય માટે ગ્રાહકોએ દુકાનેથી ખરીદી કરવાનો આગ્રહ રાખવા કેશોદ મોબાઈલ એસોસીએસન પ્રમુખ રાજુભાઈ બોદર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *