રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
સુરેશભાઇ. ચોહાણ અ.મ.ઇ.તાલુકા પંચાયત તિલકવાડા ઇજનેરી,જોષી સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી ,સાગરભાઈ તલાટી ક્રમ મંત્રી,રંગુભાઇ આકડા વિસ્તરણ એમ કુલ ચાર અધિકારી તાલુકા પંચાયત તિલકવાડા. સેવામાં થી નિવૃત થયા છે. પંચ એજ પરમેશ્વર ના પંચાયત ના સિદ્ધાંત ને સિદ્ધ કરવા પંચ તરીકેની ફરજો બજાવવા આપે રાત દિવસ એક કર્યા. પ્રજાને ભૌતિક સુવિધાઓ ઉભી કરવા સરકાર ના પ્રયત્નો ને સફળ કરવા આપે આપની આગવી સુધબૂઝ,તાંત્રિક જ્ઞાન, ધાર્મિકવૃતિ તથા આગવા કૌશલ્ય નો ઉપયોગ કરી ખંત અને મહેનત થી નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. જે ઇતિહાસમાં અંકિત થઈ જશે. આપનું નિવૄત જીવન, પ્રવૃત્તિમય બનાવીને સુખ અને શાંતિ પૂર્વક પરીવાર સાથે સ્વસ્થ મને આનંદ થી પસાર કરતા રહો.તેવી શુભેચ્છા પાઠવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.