તારીખ ૧ જુલાઈ ના બપોર પછીના સમયે છોટાઉદેપુર ના ફતેપુરા વિસ્તાર માં ખાણ ખનીજ ના અધિકારીઓ એ રેતી ભરેલી ટ્રક ને રોકતા તે જ સમયે ત્યાં રેત માફિયાઓ અને તેઓ ના સાથીદારો નું ટોળું ધસી આવ્યું હતું. આ લોકો એ માઇન્સ સુપરવાઈઝર યોગેશભાઈ અને તેઓ ના ગાર્ડ પર હુમલો કર્યો હતો જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સરકારી દવાખાને લાવવા માં આવ્યા હતા.છેલ્લા અહેવાલો અનુસાર ખાણ ખનીજ ના અધિકારી એફ આઈ આર દાખલ કરાવવા ની તજવીજ માં હતા. નામ નહિ જાહેર કરવાની શરતે ઘટના નજરે જોનાર પ્રત્યક્ષદર્શી એ જણાવ્યું હતું કે ખાણ ખનીજ ના અધિકારીઓ ને તેઓ ના મળતિયા ઓ ની બે ગાડી ઓ ને કોઈપણ જાત ના ચેકીંગ વિના પસાર થવા દીધી હતી અને અને ત્યાર બાદ એક ખાસ ગાડી ને ટાર્ગેટ બનાવી ને રોકવામાં આવી હતી જેના કારણે ભડકો થયો હતો. અધિકારીઓ ના સેટિંગ અને વ્હાલા દવલા ની નીતિ ને પરિણામે આવનારા સમય માં પરિસ્થિતિ વધારે ગંભીર બને તેમ જણાય છે.