ઉનાઃ કેસરિયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઉના પંથકમાં જુગાર-દારૂની બદીબંધ કરવા ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી હેડકોન્સ્ટેબલ કમલેશભાઈ પીઠીયા, નીલેશ ભાઈ, જગદીશભાઈ ભીખુશા બચુશા, ગોપાસિંહ મેહુલ સિંહ, અભિજીતસિંહ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કેસરીયાગામની સીમમાં તાળીયાદાદા ડેરી સામે પૈસાની હારજીતનો જુગાર રમતા (૧) કિરણસિંહ દેવુભા વાઘેલા રે ફુલકા (૨) રમણ ડાયામકવાણા (૩) જીણા માલા મકવાણા (૪) ભૂપત બચુભાઈ શીંગાડા (૫) ધીરૂ પુના શીંગડા રે-કેસરીયા તમામને તીનપતિનો જુગારનાં સાહિત્ય સાથે રોકડા રૂપિયા ૩૧,૪૧૦ સાથે પકડી પાડયા ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *