રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
સમગ્ર દેશ માં હાલ કોરોના વાયરસ નો હાહાકાર મચ્યો છે અને ૭૦ દિવસ થી સમગ્ર દેશમાં લોકડાઉન ની પરિસ્થિતી હતી. લોકડાઉન ના કારણે મધ્યમ વર્ગીય લોકોની હાલત કફોળી બની છે અને તમામ ધંધા રોજગાર ૭૦ દિવસ બંધ રહ્યા હતા. અને હાલ પણ ધંધા રોજગાર પહેલા જેમ ચાલી રહ્યા નથી. આવા સમય માં સરકાર દ્રારા પડ્યા ઉપર પાટુ સમાન પેટ્રોલ ડીઝલ માં સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે.
ત્યારે બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા આજ રોજ રાષ્ટ્રપતિશ્રી ને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા અંગે ની રજુવાત કરી હતી. આ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે, લોકડાઉન ના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ ડીઝલ ના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી માં વારંવાર અને ગેરવ્યાજબી વધારા થી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને અર્થિક મહામારી નો સામનો કરી રહ્યો છે. ત્યારે મોદી સરકાર પેટ્રોલ ડીઝલ ના ભાવમાં તેમજ એક્સાઈઝ ડયુટી માં વારંવાર વધારો કરી ને પ્રજા ની હાડમારી માં થી નફાખોરી કરી રહી છે.
વધુ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મોદી સરકાર દ્રારા ભારતની પ્રજા પાસે થી કરવામાં આવા રહેલી લુંટ બહુ ઉઘાડી છે. જેમાં એક કે, મે,૨૦૧૪ જ્યાર થી ભાજપ સતા પર આવેલ ત્યાર થી પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી રૂ.૯.૨૦ પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂ.૩.૪૫ પ્રતિ લીટર હતી છેલ્લા છ વર્ષમાં ભાજપ ની કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂ.૨૩.૭૮ પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂ.૨૮.૩૭ પ્રતિ લીટર એક્સાઈઝ ડયુટી નો વધારો કરેલ છે. ડીઝલ માં એક્સાઇઝ ડ્યુટી માં ૮૨૦% નો અને પેટ્રોલ માં એક્સાઇઝ ડ્યૂટી માં ૨૫૮% નો આ આધાતજનક વધારો કરવામાં આવ્યો છે. વધુ માં માત્ર પેટ્રોલ અને ડિઝલ ના ભાવો અને એક્સાઇઝ ડ્યૂટી માં વધારા દ્રારા જ સરકારે છેલ્લા છ વર્ષ માં. રૂ.૧૮.૦૦.૦૦૦ કરોડ ની કમાણી કરી છે. તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ તકે તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાબરા મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર અર્પણ કર્યું હતું આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ શ્રી ને પાઠવેલ છે.