.રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થતા 15 માં નાણાં પંચ યોજનાના વિકાસના કામો વર્ષ 2021 થી ઓનલાઈન કામો કરવાનું જણાવ્યું છે. ત્યારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 15 મુ નાણાપંચના ઓનલાઈન કામો કરવાની શરૂઆત એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા કરી છે.
આજે ટેકનોલોજીનો યુગ છે.ત્યારે મોટા ભાગના કામો ઓનલાઈન થતા જોવા મળી રહ્યા છે.આજે દરેક વ્યક્તિના રોજ બરોજ ના જીવનમા આજે શિક્ષણનું મહત્વ ખૂબ વધી રહ્યું છે.ત્યારે ઘણા સરપંચોને 15માં નાણાં પંચના ઓનલાઈન વિકાસના કામો કરવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી છે. આથી જાફરાબાદ તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયત માં વર્ષ 2021 થી 15માં નાણાં પંચના કામોની શરૂઆત થઈ નથી….પરંતુ આજે જાફરાબાદ તાલુકાની યુવા શિક્ષીત બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન કામગીરી કરવાની શ્રી ગણેશાય કરી પહેલ કરવામાં આવી છે.
જેમાં બાબરકોટ ગ્રામ પંચાયતના ઉપસરપંચ હેતલબેન પ્રવીણભાઈ બાભણીયા, સભ્ય બીજલભાઈ સાંખટ , વિરાભાઇ સાંખટ ,દિનેશભાઈ શિયાળ, દેવાભાઈ ચાવડા, દિનેશભાઇ સાંખટ, જયંતીભાઈ શિયાળ, પાતાભાઈ વાળા, બચુભાઇ સાંખટ તથા ભીમજીભાઈ મકવાણા તમામ ગ્રામ પંચાયત ના સભ્યોએ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો…
સરપંચ દ્વારા જણાવ્યું હતું કે બ્લોક પેવિંગની કામગીરી દરમ્યાન ચરણી શેરી વિસ્તારના લોકો દ્વારા ખૂબ સાથ, સહકાર અને વિસ્તારની સફાઈ કામ કરવામાં ખૂબ મદદ કરી હતી.આથી સરપંચ દ્વારા ચરણી શેરીના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…