કોરોના ગુજરાત/ વડોદરામાં કોરોનાના ત્રણ નવા કેસ, રાજ્યમાં અત્યારસુધી કુલ 29 પોઝિટિવ કેસ અને 1નું મોત

Corona Latest

ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચુ ગયું છે. ગુજરાતમાં કોરોના માથું ઉંચકી રહ્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યનું પહેલું મોત સુરતમાં થયું છું. અમદાવાદમાં સૌથી વધારે 13 પોઝિટિવ કેસ, વડોદરામાં છ, સુરતમાં 4, ગાંધીનગરમાં 4 અને કચ્છ તથા રાજકોટમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ અમદાવાદ પછી કોરોનાના સૌથી વધુ કેસ વડોદરામાં થયા છે. ત્રણ નવા કેસ સાથે વડોદરામાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 6 થઇ ગઇ છે. ગુજરાતમાં પહેલું મોત નોંધાતાની સાથે જ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આજથી હાઉસ ટૂ હાઉસ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવનારી છે. તો કોરોનાની દહેશતના પગલે વિધાનસભા સત્ર સ્થગિત રાખવામાં આવી શકે છે. જે અંગે આજે વિચારણા થઇ શકે છે. 

ગુજરાતમાં 29 પોઝિટિવ કેસ, 1 મોત        

શહેરપોઝિટિવ કેસમૃત્યુ
અમદાવાદ13
વડોદરા06
સુરત0401
ગાંધીનગર04
રાજકોટ01
કચ્છ 01
કુલ આંકડો2901

જનતા કર્ફ્યુમાં બહાર નીકળનાર સામે કાર્યવાહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. જેને રાજ્યભરમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. સાંજે પાંચ વાગ્યે કોરોના જેવા જીવલેણ વાઇરસની દહેશત વચ્ચે પણ પોતાની ફરજ બજાવી રહેલા રાષ્ટ્રરક્ષકોનું અભિવાદન થાળી-તાળી વગાડી કરવા માટે વડાપ્રધાને આહવાન કર્યું હતું. જેના પગલે સમજદાર નાગરીકોએ બાલકનીમાં ઉભા રહીને રાષ્ટ્રરક્ષકોનું અભિવાદન કર્યું હતું, પરંતુ જાણે કે કર્ફ્યુ માત્રથી કોરોના વાઈરસની અસર ખત્મ થઇ ગઇ હોય એ રીતે ગંભરીતા દાખવવાના બદલે બેદરકારીભર્યું વર્તન કરી રસ્તા પર સમૂહમાં ભેગા થનારા લોકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર છે. 

ગુજરાતના 6 મહાનગરો 25 માર્ચ સુધી લોકડાઉન
ગુજરાતમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયા બાદ રાજ્ય સરકાર વધારે સતર્ક થઇ ગઇ છે. આ વાઈરસ માત્રને માત્ર સોશિયલ ડિસ્ટન્સથી અટકાવી શકાય તેમ હોવાથી રાજ્યની તમામ સરહદોને સિલ કરવામાં આવી છે. તેમજ 25 માર્ચ સુધી રાજ્યના છ મહાનગરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને કચ્છમાં સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. આ છ મહાનગરોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયના તમામ સેવાઓ બંધ કરવામાં આવી છે. સરકારે જનતાને પણ અપીલ કરી છેકે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *