રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ તાલુકા જીલ્લા પંચાયતના ઉમેદવારોના ચુંટણી પ્રવાસ દરમીયાન ઈસરા ગામે યોજાયેલ મીટીંગમાં ઈસરા તથા ટીટોડી ગામના સોથી પણ વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કેશોદ તાલુકામાં તાલુકા તથા જિલ્લા પંચાયતના ભાજપ કોંગ્રેસ આમ આદમી સહીતના ઉમેદવારો ચુંટણી પ્રચાર અર્થે કેશોદ તાલુકાના ગ્રામ્ય પ્રવાસ કરી રહયા છે ત્યારે આજે તાલુકા પંચાયતના બાલાગામ સીટના ઉમેદવાર પાયલબેન નરેન્દ્ર હડીયા તથા જીલ્લા પંચાયતના બાલાગામ સીટના ઉમેદવાર વનીતાબેન મનસુખભાઈ રાઠોડ સહીત ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ સહીતના ભાજપના કાર્યકરો હોદેદારો કેશોદ તાલુકના ગ્રામ્ય પ્રવાસ સાથે ચુંટણી પ્રચાર કરી રહયા છે. ત્યારે કેશોદ તાલુકામાં કોંગેસનો ગઢ ગણાતા ઈસરા ગામે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઈસરા ગામના હરદાસ ભાઈ રાવલીયા તથા ટીટોડી ઉપ સરપંચ ગોવિંદભાઈ બોદરની આગેવાનીમાં સોથી વધુ કોંગેસના કાર્યકરો કોંગેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તે કાર્યકરોને ભાજપમાં આવકારી ધારાસભ્ય સહીતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો. ત્યારે ભાજપના હોદેદારોએ તેમનાવિસ્તારની સમસ્યાઓ હલ કરવાની ખાત્રી આપી હતી અને કોંગેસ છોડી ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ તાલુકા જીલ્લા પંચાયતના ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવા જંગી બહુમતીથી મતદાન કરશે તેવી ખાત્રી આપી હતી ત્યારે તાલુકા જીલ્લા પંચાયત ભાજપની જ બનશે તેવી ભાજપના હોદેદારોએ ગ્રામજનો સમક્ષ આશા વ્યક્ત કરી હતી.