રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
એન.એસ.યુ.આઈ ના કાર્યકરો , ને સાથે યુવા કાર્યકરો નું કહેવું વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં, ને હાથમાં બેનરો લઇને પેટ્રોલ-ડીઝલના જે ભાવ વધે છે તેનો વિરોધ કરતા નસવાડી મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપતા કોંગ્રેસ એનએસયુઆઇના કાર્યકરો નું કહવું છે .જ્યારે આપણો દેશ કોરોનાની મહામારી વચ્ચે લોકોના ધંધા રોજગાર, ખેડૂતો ને સમાજના દરેક વર્ગના માણસો ને આજે સરકારની ફરજ છે કે તેમની વહારે આવે .તેની જગ્યાએ સરકાર પ્રતિદિવસ પેટ્રોલના ની ડીઝલના ભાવ વધારો કરતાં સામાન્ય જનતા ના ખીશા માંથી પૈસા પડાવી રહી છે ભાજપ સરકારે વિરોધ પક્ષમાં હતી ત્યારે છાશવારે કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકારનો પેટ્રોલ-ડીઝલના ભાવ વધત્તા રસ્તા પર ઉતરી આવતી હતી ને જાતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકાર પર આક્ષેપો કરતા હતા ને ડીઝલના ભાવ વધતા ખેડૂતોને સૌથી મોટી હાલ તકલીફ પડી રહી છે. ખેડૂત મોંઘા ખાતર, મોંઘા બિયારણ લઈને ખેતી કરતો હોય છે ત્યારે ખેડૂતને સિંચાઇની સુવિધાના મળતી ના હોય તેવામાં ખેડૂત મોંઘું ડીઝલ લાવીને ખેતરમાં પાણી પહોંચાડતો હોય છે.
સંવેદનશીલ સરકાર ને ખેડૂતો , નાના મોટા વેપારીઓને સમાજના છેવાડાના સુધીના માણસો પ્રત્યે સંવેદના નથી થવાની જરૂર છે ડીઝલના ભાવ વધવાની સાથે વેપાર-ધંધા પર ને ટ્રાન્સપોર્ટેશન ને બહુ મોટો ફટકો પડી રહ્યો છે. પહેલેથી ટ્રાન્સપોર્ટેશન ઝઝૂમી રહ્યું હતું ટોલટેક્સ નો ભાવ વધારો હોય કે ગાડી ના વિમા, પારસિગ . નો વધારો હોય ગાડીના ટાયરો ના ભાવ માં વધારો ને ટ્રક, મોટરસાયકલ, ફોરવીલર ની કંપનીઓ નવી ગાડી ની કિંમત તો એટલી બધી આસમાને પહોંચાડી દીધી છે કે મધ્યમ વર્ગના માણસો ની બહારની વાત થઈ ગઈ છે. ને જ્યારે લોન લઈને ગાડી લઈએ તો અડધી જિંદગી ગાડી ના હપ્તા ભરવામાં જ જાય છે. આંમ બી જનતા મોંઘવારી ના રાક્ષસથી કંટાળી ચૂકી છે પછી શિક્ષણ હોય પેટ્રોલ-ડીઝલ હોય કે રસોઈના ગેસ હોય, મોંઘા મોંઘા દવાખાના હોય એમ દરેક જગ્યાએ જનતા ઉપર જ મોંઘવારી નો બોજ આડકતરી રીતે સરકાર નવા નવા ટેક્સ ઓ નાખીને જનતાને પાયમાલ કરી રહી છે. દરેક પક્ષ જ્યારે વિરોધમાં હોય છે ત્યારે જનતાને મોટા મોટા આશ્વાસન આપતી હોય છે ને સત્તામાં આવ્યા પછી એ બધું જ ભૂલી જતી હોય છે હવે આ દેશની ભોળી ને સમજુ જનતા જાતે જ નક્કી કરવું પડશે હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે જનતાને રાહત મળશે કે પછી આમને આમ જનતા ને મોંઘવારી સાથે જીવન જીવવાની ટેવ પાડવી પડશે.