અમરેલી જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ, જિલ્લામાં એક સાથે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા.

Amreli Corona Latest
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી જિલ્લામાં દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો હતો. અને જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો હતો. તો આજે અમરેલી જિલ્લામાં આજે એટલે કે તારીખ ૨૮ જુના રોજ એક સાથે ૧૦ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ આવ્યા છે. એક સાથે ૧૦ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દોડતુ થય ગયું છે. સાથે તંત્ર ની ઉપાધી માં વધારો થયો છે. હાલ સમગ્ર જિલ્લામાં ભય નું વાતાવરણ છવાઈ ગયું છે. આજે આવેલ ૧૦ પોઝીટીવ દર્દીઓને હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરુ છે.સાથે દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ ને કોરન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવેલ છે સાથે દર્દીઓના રહેઠાણની આજુબાજુના વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાલ તંત્ર દ્રારા હાથ ધરવામાં આવેલ છે.અમરેલી જિલ્લામાં હાલ પોઝિટિવ કેસ ૭૦ છે તેમા કુલ ૫ દર્દીઓ ના દુ:ખદ અવસાન થયા છે. જ્યારે કુલ ૩૦ દર્દીઓએ કોરોનાના સામે જગ જીતી ઘરે ગયા છે. હાલ જિલ્લામાં ૩૫ કેસો એક્ટીવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *