રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
કોરોના મહામારીના પગલે સંક્રમણ ફેલાઈ નહીં તે માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. લોકો કોરોનાની ગંભીરતા દાખવવામાં બેદરકારી દાખવી રહ્યાં છે જેના કારણે કાલે હળવદ પોલીસ દ્વારા માસ્ક વગરના ૭૦ લોકો પાસેથી ૧૪ હજાર તેમજ એક સપ્તાહમાં ૪૦૦ લોકો પાસેથી ૮૦ હજારનો દંડ વસુલી નોંધપાત્ર કામગીરી કરી છે.
હળવદ શહેરમાં બિનજરૂરી નિકળવું કે ટોળાં એકઠાં કરી ગપ્પાં મારવા જાણે આમ બાબત હોય તેમ લોકો નજરે પડતા હોય છે ત્યારે તેમના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું હતું જેના પગલે હળવદ પોલીસ દ્વારા પી.આઈ, પી.એસ.આઈ સહિતના કાફલાએ માસ્ક વગર ફરતા લોકો પર તવાઈ હાથ ધરી હતી જેમાં ૭૦ લોકો પર દંડાત્મક કાર્યવાહી કરી ૧૪ હજારનો દંડ વસુલ્યો હતો અને તો છેલ્લાં એક સપ્તાહમાં પોલીસ દ્વારા ૪૦૦ થી વધારે લોકો પાસેથી ૮૦ હજારનો દંડ વસુલી કરી હતી તો સાથે કોરોનાનુ સંક્રમણ ફેલાઈ નહીં તે માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાનું લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.