પંચમહાલ જિલ્લામાં સગર્ભા બહેનોને પ્રસુતિ સમયે લોહીની જરૂરીયાત ઉપસ્થિત થાય છે. માતા મરણ અને બાળ મરણ એ ખુબ ગંભીર સમસ્યા છે. તેથી લોહીની ઉણપ ના રહે અને જરૂરિયાત સમયે લોહી મળી રહે તે માટે આજરોજ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં રક્તદાતાઓ સહકાર થી ૬૫ બોટલ લોહી એકત્ર થયું હતું .કેમ્પમાં પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહ ઉપસ્થિત રહ્યા હતા. અને રક્તદાતાઓને પ્રમાણપત્ર તથા ગીફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં તાલુકા વિકાસ અધિકારી સેજલબેન શંગાડા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દોશી, નાયબ ઇજનેર ડી. સી. શાહ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. જૈને પુરું પાડ્યું હતું બ્લડ કલેક્શન માટે રેડક્રોસ સોસાયટીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.