સાવરકુંડલાની ત્રણ વર્ષની સગીરવયની બાલિકાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીના ડી.એન.એ.સેમ્‍પલ મેચ થતાં કેસ વધુ મજબુત બન્યો.

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

સાવરકુંડલાની ૦૩ વર્ષની સગીર વયની બાળકીને રાત્રિ દરમિયાન ફરિયાદીના રહેણાકના ઝુપડેથી સુતેલ હાલતમા ઉઠાવી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી, ઓટોરીક્ષામા લઇ જઇ ભોગબનનાર બાળકી સાથે બળજબરીથી બળાત્કાર/સૃષ્ટી વિરૂધ્ધનું દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ હોય, જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્‍ધ સાવકુંડલા ટાઉન પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૫૧૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬-એ, બી, ૩૭૭ તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૮, ૧૦ મુજબનો ગુન્હો તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ રજી. થયેલ. જે ગુન્‍હાની તપાસ શ્રી.આર.આર.વસાવા, પોલીસ ઇન્‍સ. સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. દ્વારા હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી. તથા અને સાકુંડલા ટાઉન પો.સ્‍ટે.ની ટીમોએ સખત મહેનત કરી, ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી ગુન્‍હો ડીટેક્ટ કર્યો હતો.

અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ના સતત મોનીટરીંગ તથા ના.પો.અધિ.શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ તપાસ કરનાર શ્રી.આર.આર.વસાવા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા ટેક્નીકલ અને વૈજ્ઞાનિક પધ્ધતિથી પૂરાવાઓ એકત્રિત કરવામાં આવેલ. જેમાં આરોપીએ ગુન્હો કરવામા ઉપયોગમાં લીધેલ ઓટોરીક્ષાનું એફ.એસ.એલ અધિકારીશ્રીએ કરેલ પરીક્ષણ દરમિયાન તે ઓટોરીક્ષામાંથી બ્લડ તથા વીર્યની હાજરી મળી આવેલ જે જરૂરી નમૂના સરકારી પંચો રૂબરૂ કબ્જે કરવામા આવેલ. મેડીકલ ઓફિસરશ્રીએ આરોપી અને ભોગબનનારની મેડીકલ તપાસણી કરી લીધેલ નમુનાઓ / સેમ્‍પલ એફ.એસ.એલ. તપાસણી અર્થે મોકલવામાં આવેલ.તથા આરોપી અને ભોગ બનનારના કપડાં એફ.એસ.એલ. તપાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા.

જયારે એફ.એસ.એલ. ગાંધીનગરથી ડી.એન.એ. રીપોર્ટ આવતાં આરોપીનો ડી.એન.એ. ટેસ્‍ટનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેમાં આરોપીના શર્ટ, ગમછો (રૂમાલ) તથા ઓટોરીક્ષામાંથી મળી આવેલ બ્લડ ભોગ બનનારનું જણાઇ આવેલ છે. ઓટોરીક્ષામાંથી મળી આવેલ વીર્ય આરોપીનું હોવાનું જણાઇ આવેલ છે.આમ, ડી.એન.એ.ટેસ્‍ટનો રીપોર્ટ પોઝીટીવ આવતાં કેસ વધુ મજબુત બન્યો છે. અને પકડાયેલ આરોપી વિરૂધ્‍ધ તપાસ દરમ્‍યાન સજ્જડ પુરાવાઓ મેળવવામાં આવેલ છે અને તપાસ કરનાર અધિકારીશ્રી દ્વારા આરોપી વિરૂધ્‍ધ માત્ર ૩૦ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી સ્પેશ્યલ પોક્સો કોર્ટ, અમરેલી ખાતે સબમીટ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *