રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ વેપારીઓ દ્વારા જાફરાબાદ શહેર બંધ કરી દેવામાં આવ્યુ.જાફરાબાદમા છેલ્લા ઘણા સમય થી વેપાર ધંધા ભાંગી ગયેલ હોય વેપારીઓ લાચાર ત્યારે તંત્ર દ્વારા અવાર નવાર ૨૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયા નો દંડ આપવામાં આવી રહ્યો છે.જાફરાબાદ ની પરિસ્થિતિ અતિક્ષય ખરાબ હોય ત્યારે તંત્ર દ્વારા લોકો ને કારણ વગર દંડ આપી લૂંટવામાં આવી રહ્યા છે.અહીં ના ભોળા લોકોને બજારમા ચા પાણી પિતા હોઈ ત્યારે કે મેડિકલ મા દવાની ખરીદી કરતા હોઈ ત્યારે પણ તેમની સાથે ગેરવર્તન કરી ને પણ દંડ વસુલ કરવાં આવે છે .જાફરાબાદ સર્કલ પાસે ગામડા માંથી કે સામાકાંઠા વિસ્તાર માંથી લોકો ગામમાં ખરીધી કરવા આવે તો તેને સર્કલ પાસે કાયમી નવા નવા નિયમ કાઢી ને તંત્ર દ્રારા કોલોને લૂંટવામાં આવે છે અહીં ના લોકો કોરોના ની મહામારી મા છેલ્લા 3 મહિના થી બેરોજગાર હોઈ અને રોજ ના ૨૦૦ રૂપિયા આવકના હોઈ ત્યારે લોકો ને ૨૦૦ રૂપિયા નો દંડ ભારવો પડે છે.