રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરા તાલુકાના ભદ્રાલા ગામના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપીયા ૩૦,૮૧૦નો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેડ દરમિયાન પ્રખ્યાત બુટલેગર પીન્ટુ પગી મળી આવ્યો હતો. શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં ખુલ્લેઆમ પાછલા કેટલાક સમયથી રહેણાક મકાનમાં પીન્ટુ અને કોકી નામની મહિલા દારૂ અને બિયરનું વેચાણ કરી રહયા હતા. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નંદલાલ પ્રજાપતિ ને માહિતી મળતા તેઓ દ્વારા પી.એસ.આઇ જે.કે.ભરવાડ સહિતના સ્ટાફને સૂચના આપતા બુટલેગરના રહેણાંક ઘરને ચારે બાજુથી કોર્ડન કરીને રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન પંચમહાલ જિલ્લામાં પ્રખ્યાત એવા બુટલેગર સુખી બેન ઉર્ફે કોકી ચૌહાણ અને જનક ઉર્ફે પિન્ટુ કાભસિંહ પગી રેડ દરમિયાન મળી આવ્યા હતા. જ્યારે ઘરની અંદર સંતાડી રાખેલ રૂપિયા ૩૦,૮૧૦ નો દારૂ અને બિયરના જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એલ.સી.બી પોલીસે આજ બુટલેગરના ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. તેમ છતાં બુટલેગર પીન્ટુ અને કોકી દારૂનો ધંધો બંધ કરવાની જગ્યાએ ફરીથી દારૂનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારે આ બુટલેગર જનક ઉર્ફે પીન્ટુ કાભસિંહ પગી પાછળ કોનું પીઠબળ હોવાથી અનેક વખત દારૂના કેસમાં પોલીસના હાથે પકડાયા પછી પણ તે ફરીથી દારૂ નો ધંધો બિન્દાસ્ત કરતો હોય છે. તે એક મોટો સવાલ છે. પોલીસ દ્વારા દોઢ માસની અંદર બીજી વખત દારૂ અને બિયરના જથ્થો પકડી પાડીને આ બુટલેગર સામે કાર્યવાહી હાથધરી હતી. પોલીસ તંત્ર દ્વારા પ્રખ્યાત બુટલેગર કોકી અને પીન્ટુ ને પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.