મોરબી: હળવદ થી ચરાડવા હાઈવે રોડ પર આવેલ જોખમી સ્પીડબ્રેકર તંત્ર દ્વારા હટાયા.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ થી મોરબી હાઈવે રોડ ઉપર જતા મોટી સંખ્યામાં રોડ પર સ્પીડ બ્રેકર હોવાથી ત્યારે હળવદ તાલુકાના વાહન ચાલકોને ફરિયાદ ઉઠતા ત્યારે પ્રાંત અધિકારી દ્વારા પોલીસને સાથે રાખી હળવદ થી ચરાડવા ગામ સુધી ના ૨૦ જેટલા સ્પીડબ્રેકર હટાવી લેવામાં આવ્યા વાહન ચાલક ઓ આનંદ છવાયો હતો.

હળવદ થી મોરબી હાઈવે રોડ પર માનસર .શીરોઈ,કડીયાણા,સુંદરગઢ. ચરાડવા સહિતના ગામો મા હાઈવે રોડ પર સ્પીડ બ્રેકર ગેરકાયદેસર હોવાથી હળવદ તાલુકાના લોકોની અને વાહનચાલકોને રજૂઆતને ધ્યાને લઇ મોરબી પ્રાંત અધિકારી ગંગાશીગ હળવદ મામલતદાર વી કે સોલંકી હળવદ પોલીસ સ્ટેશન ના પી.આઈ દેકાવાડીયા ની સુચના થી ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ. પી.સી.આર પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ચાવડા . ઈન્દુભા ઝાલા. સંજયભાઈ લકુમ સહિતના પોલીસકર્મીઓ પુરતો બંદોબસ્ત જાળવી રાખ્યો હતો હળવદ થી ચરાડવા સુધી હાઈવે રોડ ઉપર આવેલ ૨૦ જેટલા સ્પીડ બ્રેકર હટાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આમ વહીવટી તંત્ર હરકતમાં આવતા હળવદ થી મોરબી જવા માટે ઈમરજન્સી સમયે વાહન ચાલકોને સ્પીડ બ્રેકર ના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હતી અને સમયનો ખોટો બગાડ થતો ત્યારે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર હટાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવતા વાહનચાલકો આનંદ છવાયો હતો આમ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પોલીસ,એ પુરતો બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *