રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ પોલીસ વિભાગ દ્રારા ૫૦ લાખના મુદ્દામાલ સાથે રેતીના ભરેલા ૪ ડમ્પરો પકડી પાડ્યા
હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીની રેતી ખનીજ ચોર ઘણા સમયથી બારોબાર ચોરી લે છે ત્યારે હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળતા ખાનગી વોચ રાખતાં ૪ રેતી ભરેલા ડમ્પરો પાસ પરમીટ વિના ઝડપી પાડી રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૪ ડમ્પર ચાલકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે ખનીજ ચોરીના દરોડા પાડતાં અન્ય ખનીજ ચોરોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
હળવદ તાલુકાના બ્રાહ્મણી નદીની રેતીની સારી એવી માંગ છે ત્યારે ખનીજ ચોરોએ તંત્રને ઉલ્લુ બનાવીને રાતોરાત બેફામ ખનીજચોરી કરી માલામાલ બની જાય છે અને બમણી કમાઈ કરી લે છે ત્યારે હળવદ તાલુકાના બ્રાહ્મણી ટીકર ગામની નદીમાં ગેરકાયદેસર ખનન ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ પી.જી.પનારા અને સ્ટાફના માણસોઓ વોચ રાખતા ટીકર ગામની બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પરો પસાર થતા રોયલ્ટી પાસ પરમીટ ના હોવાથી ઝડપી પાડી જેમાં 100 ટન રેતી સહિતચાર ડ્રાઇવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ડમ્પર ચાલક માળીયાના ઇશાકભાઇ કાળુભાઈ઼઼ સંઘવાણી ,મોરબીના અનિલભાઈ સવજીભાઈ માવી ,હળવદના ભવાનીનગર કિશનભાઇ હિંમતભાઈ બારૈયા માળીયાના ગૌતમભાઈ હીરાભાઈ ઝીંઝુવાડીયા,સહિતના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ખનીજ ચોરી ના દરોડા પડતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.