રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ભારત વિકાસ પરિષદ તથા સામાજીક વનીકરણ રેંજ કેશોદના સંયુક્ત ઉપક્રમે ફળ ફળાદી તથા ઔષધીઓ સહીતના આશરે ૧૩૭૫ જેટલા વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેનો લોકોએ લાભ લીધો હતો.
કેશોદના સામાજીક સંસ્થા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે ત્યારે આજે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા તથા સામાજિક વનીકરણ રેંજ કેશોદ દ્વારા શહેરના બસ સ્ટેશન રોડ વૈભવ બુક સ્ટોર પાસે વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યું હતું જેમાં આસોપાલવ કરેણ કરંજ આમળા આંબલી લીમડો બોરસલી જામફળી સરગવો સહીતના ફળ ફળાદી તથ ઔષધીય વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું જેમાં ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના હોદેદારો વન રક્ષક જોટવા તથા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું.