રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારનું મકાન ધરાશયી થતાં પરિવાર બન્યો લાચાર સરકાર દ્વારા રહેવાનો આશરો બનાવી આપવાની પરિવાર કરી રહયા છે માંગ
કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના દેવાયતભાઈ માધાભાઈ મકડીયાને પોતાના પરિવાર માટે રહેવા ઘર ન હોય પિતાથી અલગ રહેતો હોય પ્લોટ વિસ્તારમાં તેમના પિતાના દેશી મકાનમાં રહેછે હાલમાં વરસાદના કારણે મકાનની ઓસરી ધરાશયી થઈ ગઈ છે તેમજ ઘર પણ જર્જરીત હાલતમાંછે જે મકાનમાં પણ ટેકા ભરાવી જીવના જોખમે પરિવાર રહેછે જે મકાન પણ ગમે ત્યારે ધરાશયી થાય તેવી શક્યતાછે હાલ ચોમાસું શરૂ હોય જર્જરીત મકાનમાં ના છૂટકે જીવના જોખમે રહેવુ પડતું હોય અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે રજુઆત કરેલ છે લાંબો સમય બાદ પણ મકાન મંજુર થયેલ ન હોય અને હાલમાં દેશી મકાનમાં રહેછે તે પણ અડધુ ધરાશયી થયુ છે અને એક મકાન છે જ પણ જર્જરીત હાલતમાં હોય જેથી તેમનો પરિવાર જીવના જોખમે ના છુટકે રહેતા હોય અને ખેત મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે રહેવા માટેનો આશરો બનાવી આપવા સરકાર પાસે માંગણી કરી રહયા છે. ત્યારે આવાસ વિહોણા પરિવારને રહેવા માટે મકાન બનાવવા સરકાર દ્વારા સહાય આપવામા આવશે કે કેમ જોવાનું રહ્યું પણ હાલ પરિવાર જીવના જોખમે જર્જરીત મકાનમાં રહે છે.