રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
ભારત સરકારના યુવાકાર્ય અને ખેલ મંત્રાલયના નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા ભારત સરકારના “ બદલકર અપના વ્યવહાર કોરોના પે કરો વાર” અભિયાન અંતર્ગત જિલ્લામાં જાહેર સ્થળો પર સુત્રો લખવાની સાથે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા અને માસ્ક વગર બહાર ન નિકળવા જિલ્લામાં જન-જાગૃત્તિ લાવવાનું કામ નર્મદા જિલ્લાના નહેરૂ યુવા કેન્દ્રના કો-ઓર્ડીનેટરશ્રી વી.બી.તાયડેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લાના યુવક મંડળ, મહિલા મંડળ તથા એન.વાય.કે ના સ્વંયમ સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં સાર્વજનિક સ્થળો પર સુત્રોનું લેખન કરી લોકોમાં જન-જાગૃત્તિ ફેલાવવામાં આવી રહી છે. જેમાં “ કોરોના બિમારી સામે આપણે લડવાનું છે, બિમારોથી ભેદભાવ ન રાખો”, “લગાડી રહ્યા છે કોરોનાને લગામ, એવા યોધ્ધાઓને દેશની સલામ”, “કોરોનાને હરાવીશું, કોરોના યોધ્ધાઓનો હોંશલો વધાવીશું”, “આપણા ડૉક્ટરો અને નર્સો જાતે જ બિમારીના શિકાર બની રહ્યા છે. પરંતુ કોરોનાની જંગ સિપાહીની જેમ લડી રહ્યા છે. અમે તમારી સાથે છે અને અમે તમારા આભારી છે”, “કોરોનાને હરાવીશું-કોરોના યોધ્ધાઓનો હોશલો વધાવીશુ” જેમના હાથોથી મળી રહ્યું છે જીવન-એમનું સન્માન કરો જન જન” સુત્રો લખવામાં આવ્યા છે.
તેવી જ રીતે કોરોના યોધ્ધાઓ જેવા કે, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ સ્ટાફનું સન્માન નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યુ છે અને તેમનો હોંસલો વધારવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લાના નહેરૂ યુવા કેન્દ્રના દિક્ષાબેન તડવી, કિરણભાઇ તડવી, આકાશભાઇ તડવી, કાજલબેન વસાવા, દિપેશભાઇ વસાવા અને લાલસીંગ વસાવા, શંકરભાઇ તડવી ,નીતાબેન તડવીની ટીમ આ ભગીરથ કાર્ય કરી રહી છે.