બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા એસ.આર.પી જવાનો ના ત્રણ દિવસમાં 6 જવાનો કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય હેડ કવાર્ટર ગણાતા કેવડીયા કોલોની ખાતે વહીવટદાર ની કચેરી પાસે જ આવેલા એસ.આર.પી કેમ્પ ના સુરત ખાતે બંદોબસ્ત મા ગયેલા જવાનો ઉપરાછાપરી કોરોના ના ભરડા મા સપડાઇ રહયા હોય સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે .
કેવડીયા કોલોની ખાતે ના એસ.આર.પી ગ્રુપ ના જવાનો 7મી જુન ના રોજ સુરત ખાતે થી કેવડીયા કોલોનીના પોતાના કેમ્પ ખાતે પરત ફર્યા હતા.આ જવાનો ના વેરાફરતી કોરોના પોઝિટિવ ના ટેસ્ટીંગ સેમ્પલ લેવાઇ રહયા છે.છેલ્લા બે દિવસ થી બે જવાન કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે તયારે ન,નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ જીલ્લા મા કુલ 38 સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવાયા હતા જેમાંથી એસ.આર.પી ના 4 જવાનો ના સેમ્પલ પોઝિટિવ નિકળતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી હતી.સાથે સાથે એસ.આર.પી ગ્રુપમા ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે .
આજરોજ કોરોના પોઝિટિવ જાહેર થયેલા જવાનો નામ નીચે મુજબ છે
1) વિરસીગભાઈ જાનીયાભાઇ વસાવા 2)સુરેશભાઈ શનાભાઈ બારીયા 3) રાહુલભાઈ કરશનભાઈ બારીયા 4) પ્રહલાદભાઈ પાચનભાઇ પરમાર
આ તમામ જવાનો સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા હતા, જેઓ કોરોના ની ઝપેટમાં આવ્યો હોવાનું બહાર આવતાં હજુ પણ ગભરાટ અને ભયનો માહોલ એસ.આર.પી ગ્રુપ મા ફેલાયેલો છે.કોરોના પોઝિટિવ તમામ જવાનોને રાજપીપળા ના કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા સારવાર હેઠળ દવાખાનામાં દાખલ દર્દી ની સંખ્યા 15 ઉપર પહોંચી છે ,જયારે ન,નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑની સંખ્યા મા સતત વધારો થતાં 38 ઇસમો કોરોના પોઝિટિવ તરીકે નોધયા છે.