રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
બફર ઝોન વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ.
હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ ના કુલ-૧,૮૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ કોવિડ-૧૯ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૃપ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા તાલુકાના પહાડપુર ગામમાં નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ધ એપેડેમીક ડીસીઝ એકટ,૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે કોવિડ-૧૯ નો કન્ટેન્ટમેન્ટ તરીકે જાહેર કરી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.
જેમાં કોવિડ-૧૯ નો કેસ મળી આવેલ મોડાસા નગરપાલિકાના પ્રેમનગર અને સમા સોસાયટી વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. જયારે પાંચ કિ.મી વિસ્તારને બફર ઝોન જાહેર કરેલ છે. જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ( તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મુક્યા છે.
આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ, વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતાં પાસ ધારકો તેમજ ત્યાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને જથ્થાબંધ બજારોને નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવશે, આ જાહેરનામુ તા. ૦૩ જુલાઇ ૨૦૨૦ સુધી અમલી રહેશે જો કોઇ આ હુકમનો ભંગ કરતા માલૂમ પડશે તો તેમની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૮૮, ધ એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.