રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
અરવલ્લીના ભિલોડા તાલુકા પંચાયતનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાપર્ણરૂ. ૨૮૪.૯૦ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનના નિર્માણથી લોકોની સુખાકારીમાં વધારો થશે. અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે નવનિર્મિત તાલુકા પંચાયતનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાપર્ણ કરવામાં આવશે તા.૧૪ જુલાઇ ૨૦૨૦ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભિલોડા ખાતે નવનિર્મીત તાલુકા પંચાયતનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર ખાતેથી કરશે. રૂ. ૨૮૪.૯૦ ખર્ચે નિર્માણ થયેલ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ તાલુકા પંચાયતથી લોકોની સુખાકારીમાં વધારો થશે.