અરવલ્લીની બે પંચાયત રાષ્ટ્રીયકક્ષાએ ઝળકી

Arvalli
રિપોર્ટર: શરીફ મનસુરી,ભીલોડા

ભિલોડા તાલુકા પંચાયત અને બાયડની વજેપુરા કંપા ગ્રામ પંચાયતની શ્રેષ્ઠ કામગીરી

ભારત સરકાના પંચાયતી રાજ વિભાગ દ્વારા દેશમાં ગ્રામિણ વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા-તાલુકા અને ગ્રામ પંચાયતને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં સમગ્ર દેશમાં ગ્રામ્યક્ષેત્રે સામુદાયિક વિકાસના શ્રેષ્ઠ કામ કરવા બદલ તાલુકા કક્ષાએ ભિલોડા પંચાયતનો અને ગ્રામ્યકક્ષાએ બાયડના વજેપુરાકંપાનો સમાવેશ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામિણ સમુદાયના લોકોમાં જીવન સુધારમાં પરીવર્તન આવે તે માટે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી હોય છે અને આવા કામો જિલ્લા પંચાયત, તાલુકા અને ગ્રામ પંચાયત વિકાસના માધ્યમ બનતા હોય છે. આવુ જ અરવલ્લીના ભિલોડા તાલુકા પંચાયત દ્વારા અરજદારોના અરજીઓનો સકારાત્મક નિકાલથી લઇ તમામ યોજનાકીય લાભાર્થીઓને લાભ અપાવવા સહિતની કામગીરી માટે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર જયારે બાયડની વજેપુરાકંપામાં સો ટકા શૌચાલય, સી.સી રોડ, વીજળીકરણ, ઘરે-ઘરે નળ કનેક્શન, સિંચાઈ પદ્ધતિ, બેંક ખાતા, જળસંચય, પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા, સાક્ષરતા અને આરોગ્ય વિષયક સેવાઓ સુદ્દઢ સેવાઓ તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી પંચાયત સાથે ગ્રામ પંચાયત ડેવલ્પમેન્ટ પ્લાન (GPDP) અંતર્ગત નિયમિત ગ્રામસભાઓ,ઠરાવોનું અમલીકરણ તેમજ વિકાસ કામોને પ્રોત્સાહન આપવા બદલ નાનજી દેશમુખ રાષ્ટ્રીય ગ્રામ સભા પુરસ્કાર વર્ષ- ૨૦૧૮-૧૯ની શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રના પંચાયતી રાજ વિભાગ દ્વારા એવાર્ડ આપવમાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજયમાં જિલ્લા પંચાયત કક્ષાએ જૂનાગઢ, તાલુકાકક્ષાએ અરવલ્લીના ભિલોડા અને મહેસાણાની ઉંઝા તાલુકા પંચાયત, જયારે કચ્છ-છોટાઉદેપુરની બે-બે અને અરવલ્લી, આણંદ અને રાજકોટની એક ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *