રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નસવાડી અને કવાંટ તાલુકામા વરસાદની શરૂઆત થતા કવાંટ તાલુકામા વધુ વરસાદ નોંધાયો જેથી નસવાડીની મેણ નદીમા નવા પાણી આવ્યા હતા. પાણીની આવક વધુ હોય જેને લઈ ગઢ ,ખુશાલપુરા લો લેવલ નો કોઝવે પાણીમાં ડૂબ્યો હતો જેને લઈ ગત વર્ષે કોઝવે ની સાઈડનું માટી પુરાણ નું ધોવાણ થયું હતું ફરી તે માટીનું ધોવાણ થયું હોવાથી 100 થી વધુ ગામ ને જોડતો લો લેવલ નો કોઝવે જેના પર નવીન પુલ સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ની રજુઆત બાદ મંજુર કરાયો છે 6 કરોડ ના ખર્ચે બનનાર પુલ નું ટેન્ડર હવે પ્રોસેશમાં છે હાલ તો પાણી આવતા લો લેવલ નો કોઝવે લોકો જીવના ઝોખમે પસાર કરતા હતા. સાથે બાઈક સવારો પણ મુશ્કેલી માં અને જીવ જોખમમા મૂકી પસાર થયા હતા અન્ય રસ્તો છે પરંતુ 15 કીમી ફરી ને જવું પડે છે જ્યારે ખેડૂતો સામા કિનારે ખેતરો આવેલ હોય જ્યા સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ખેતરમાં જઈ શકતા નથી. સ્થાનિક સવિતા બેન ના જણાવ્યા મુજબ ખેતરમાં દસ દિવસે પણ જઈ શકાતું નથી. બળદ જોડેલ હલાકડું ખાતર મજૂરો બધા કઈ રીતે 15 કીમી ફરી ને લઈ જઈએ વેહલી તકે પુલ નું કામ શરૂ કરાઈ તેવી માંગ કરી છે શિક્ષકો પણ હેરાન થયા હતા. નસવાડી માર્ગ અને મકાન વિભાગ કોઝવે ની આજુબાજુ સૂચન બોર્ડ માટે અને માટી પથ્થર પુરાણ કરી વાહન ચાલકો માટે અવરજવર શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે.