બ્યુરો ચીફ :અંકુર ઋષી રાજપીપળા
આજ રોજ જીતનગર પાસે આવેલ પોલીસ હેડ ક્વાટર્સના પાછળના ભાગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં અતિ આધુનિક રીતે કોલેજ તથા હોસ્ટેલના વિશાળ બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે.તેની મુલાકાત લીધી અને ત્યારબાદ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રીમાન મધુકરભાઈ પાડવી મુલાકાત લીધી તથા તેઓની પાસેથી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની તમામ પ્રકારની ફેકલ્ટી વિશે વિસ્તૃત માહિતી મેળવી.માનનીય કુલપતિ ખુબ જ ઉત્સાહથી કામ કરી રહ્યાં છે, પરંતુ તેમને મળ્યા પછી કામચલાઉ ધોરણે હોસ્ટેલમાં અલગ-અલગ વિભાગોમાં રહેતા વિદ્યાર્થીઓને મળવાનું થયું બધા જ વિદ્યાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ કોલેજમાં પ્રાધ્યાપકો કાયમી ધોરણે નથી, તો પ્રાધ્યાપકોની કાયમી ધોરણે નિમણુંક થાય તો વધુ સારૂ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે અને આવનારા દિવસોમાં માસ્ટર ડિગ્રીના અભ્યાસ ક્રમો પણ ચાલુ થાય તો તમામ પ્રકારનું શિક્ષણ સળંગ એક જ જગ્યાએ થી મળી રહશે..