રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
નાગેશ્રી પી.એસ.આઇ ની પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે આજરોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ જવાનોને સાથે રાખી શેરીઓમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને માસ્ક પહેર્યા વગર નીકળેલા 71 લોકોને ૧૪૨૦૦ દંડ ફટકારી વસૂલ કરવામાં આવ્યો હતો. નાગેશ્રી પી.એસ.આઇ બી.જી.વાળા ના માર્ગદર્શન નીચે રોડ ઉપર માસ્ક પહેર્યા વગર આ કામ કરતા લોકોને દંડ ફટકાર્યો.