પંચમહાલ : કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી.

breaking Kalol Latest Madhya Gujarat Panchmahal

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ.

કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે તાજેતરમાં પાછલા દશ પંદર દિવસોથી નાળાના મધ્યભાગમાં એક દોઢ બે ફૂટના ભુવા સમાન ખોડો પડતા કોલેજ રોડ પર આવતા જતા વાહન ચાલકોને માટે ભયજનક બની રહયો છે.

એક પત્રકાર પટકાતા ઈજાગ્રસ્ત

દિવસે પણ આ ખાડામાં વાહનચાલકો પટકાતા જોવા મળી રહ્યા છે જ્યારે રાત્રીના સુમારે અજાણ્યા વાહન ચાલકો આ ભુવાને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ભુવાને કારણે સોમવારે બપોરે સ્થાનિક એક પત્રકારની મોટરસાયકલ ભુવાના ખાડામાં પટકાતા પત્રકારને નાની મોટી ઈજાઓ‌ પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે એક તરફ સ્ટેશન રોડ માર્ગ અને મકાન વિભાગના દાયરામાં આવે છે જ્યારે કોલેજ રોડ પાલિકા હસ્તકનો છે.

કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પાસે અકસ્માતોને નોતરું આપતો ભુવો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

જેને કારણે આ ભુવાના સમારકામ માટે બન્ને તંત્ર એકબીજાને ખો‌ આપીને નજરઅંદાજ કરી રહ્યા છે પરિણામે પાછલા દશ પંદર દિવસોથી વાહનચાલકો ભોગ બની રહ્યા છે. જોકે આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર કોલેજ રોડનું આ નાળું અને અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર લાઇન પાલિકા દ્વારા બનાવવામાં આવેલ હોવાથી આ ભુવા અંગે પાલિકાએ જવાબદારી સ્વીકારીને સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.

*We Are Hiring..!*

યુવક યુવતીઓ માટે સમાચાર ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક….

*સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.*

https://www.youtube.com/@gujaratnationnews

લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…

Gujarat Nation
Panchmahal Mirror

Editor – Owner
Dharmesh Vinubhai Panchal

7572999799

Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *