રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
હાલ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ગુજરાત ને ભરડામાં લીધું છે.ત્યારે ગીર સોમનાથ ઉના તાલુકાની ઉના પોલીસ કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે ઉનાતાલુકામાં ચાલતી દારૂ,જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પણ બાજ નજર રાખી રહી છે.
ઉના પોલીસ સ્ટેશનના સ્ટાફ ના માણસો સાંજની પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સ નિલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ. ભીખુશા બચુશાને ખાનગી બાતમીદારની રાહે બાતમી મળી હતી કે દોલુભાઇ કરણાભાઇ રાઠોડ સનખડા ગામે આવેલ પોતાના કજા ભોગવટાના રહેણાક મકાને ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો છુપાવી રાકખયો છે તેવી બાતમીને આધારે સદર મકાનમાં તપાસ કરતા ઓસરીમા આવેલ બાથરૂમમાં ઉપર એક ચોરખાનું હોય જેમા જોતા પ્લાસ્ટીકના ભરેલ ૨ બાચકા મળી આવેલ જે બાચકા ખોલી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ હતી જે બહાર કાઢી ગણી જોતા ક્રીમ્પીશ સ્પેશયલ વિસ્કી ક્રીમ્પીશ ડીસલેરી દમણ બનાવટની ૧૮૦ એમ.એલ.ની જેના બેચ.નબર : -૮૦૮ જુન ૨૦૨૦ વાળી કંપની શીલપેક બોટલો નંગ -૨૪૦ કી.રૂ .૧૨,૦૦૦ નો પ્રોહી.મુદામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.