રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લાની રોજગાર કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુ ઉમેદવારોને જણાવવાનું કે, કોરોના વાયરસ મહામારીને કારણે તા.૨૫/૦૩/૨૦૨૦ થી તા. ૩૧/ ૦૫/૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર થતા રોજગાર કચેરીઓની સેવાઓ મુલત્વી રહેતા જે ઉમેદવારોએ પોતાની નામનોંધણી માર્ચ-૨૦૨૦ થી મે-૨૦૨૦ દરમિયાન રીન્યુઅલ કરાવવાની હતી. પરંતુ લોકડાઉનને અકિલા કારણે કરાવી શક્યા ન હોય તેવા ઉમેદવારોને ઓગસ્ટ-૨૦૨૦ સુધી રીન્યુઅલનો લાભ આપવામાં આવશે. જેથી નર્મદા જિલ્લા રોજગાર કચેરી ખાતે આ સમયગાળામાં નોંધાયેલ તમામ ઉમેદવારોએ નોંધણી કાર્ડ જિલ્લા રોજગાર કચેરી ખાતે અકીલા રૂબરૂ, ટપાલ અથવા ઇ-મેઇલ દ્વારા ઓગસ્ટ-૨૦૨૦ સુધીમાં રીન્યુઅલ કરાવી શકશે. જેની જિલ્લાના તમામ ઉમેદવારોને આ બાબતની નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી (જન) તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.