રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ધારનાથ 3 સોસાયટીમાં લોકોને રસ્તાપર આવવું જવું પણ મુશ્કેલ બની ગયું છે લોકોના ઘરની આજુ બાજુમાં પાણી ભરાવવાથી લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.સાથે મચ્છર અને દુર્ગંધ સહન કરવી પડે છે આવી ગંદકી ના કારણે આ વિસ્તારમાં રોગચાળો જેવાકે ડેન્ગ્યુ, તાવ, જેવી મહામારી ફાટી નીકળશે તો શું આ જવાબદારી નગરપાલીકા લેશે તેવા સવાલો આ વિસ્તારના રહીશો દ્વારા ઉઠ્યા છે, આ વિસ્તારના કનુભાઈ ધાખડા વાવેરા વાળા દ્વારા જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોએ રાજુલા નગરપાલીકાને અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ ને અવાર નવાર રજૂઆતો કરી શતા પણ કોઈ સાફ સફાઈ ની કાર્યવાહી થઈ નથી અને લોકો ભગવાન ભરોસે હોય તેવું લાગે છે.
રાજુલા શહેરના ધારનાથ 3 સોસાયટી વિસ્તાર માં વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે કનુભાઈ ધાખડા વાવેરા વાળા દ્વારા જણાવ્યું હતું કે પાલિકા તંત્રના પાપે લોકો આ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધારનાથ 3 સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા જણાવાયું હતું કે નગરપાલિકા ના અણધાર્યા અને સંપૂર્ણ નિષ્ફળ રહેલી રાજુલા ની કોંગ્રેસ શાસિત નગરપાલીકા ના ચૂંટણી સમયે ખોટા વચનો ના બણગા ફુક્યા હતા તેમજ લોકો ને ખોટું બોલી ગુમરાહ કર્યાં હતાં તે અત્યારે સામે આવે છે.આ કોરોના જેવા વાઇરસની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર પણ ગંદકી અને તેના લીધે આવા વાઇરસ અને બીમારી ના ફેલાય તેના માટે તકેદારી રાખી રહી છે ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારના ખુલ્લા પ્લૉટ જે તે માલિકીના છે તેમને નોટિસ આપવામાં આવે અને રોડ રસ્તા અને ખુલ્લા પ્લોટો માં પાણી નો ભરાવો થાય નહિ તેવી તકેદારીના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.