રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ગતરોજ તા.૧૭.૯.૨૦૨૦ ના રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા અભિયાન ની સાથે સાથે ગરીબી વિસ્તારના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમમાંરાજુલાતાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા તથા રાજુલા ઉપપ્રમુખ કેતનભાઈ દવે તથા ઉપપ્રમુખ રાજુલા શહેર હિરેનભાઈ વાળા (પ્રજાપતિ) તથા ઉપપ્રમુખ રાજુલા શહેર લાલજીભાઈ તથા મીડિયા કનવીનર અશોકભાઈ તથા ભુપતભાઈ, વિરલભાઈ, હરેશભાઈ, સંજયભાઈ, કાર્તિકભાઈ, મુકેશભાઈ,રાજુલા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ધારાબેન ધુધળવા તથા મહામંત્રી પ્રવિણાબેન તથા વીણાબેન તથા દયાબેન, જાગૃતિબેન તથા ગીતાબેન, તથા મિત્તલબેન વિગેરે હોદેદારોએ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.
સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ,ઉપાધ્યક્ષ ભરતભાઇ ખુમાણ, પ્રદેશ અધ્યક્ષ મેહુલભાઈ દેસાઈ,ઉપાધ્યક્ષ ધીરુભાઈ વાળા,તેમજ અને રેખાબેન પરમાર તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ અજયભાઈ પંડ્યા ના માર્ગદર્શન અને પ્રેરણા મુજબ યોજવા માં આવેલ હતો..