રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી આવકને કારણે નર્મદામાં નાના-મોટા ચેકડેમમાં નવા નીર આવવાના શરૂ થયા છે. જેમાં ગાજરગોટા, માલસામોટ,ફૂલવાળી તથા દેડિયાપાડા, સાગબારા ગામના ખાલી ચેક ડેમો ભરવા માંડ્યા છે.
એ ઉપરાંત કરજણ ડેમમાં ઉપરવાસનાં પાણીની આવક થતા કરજણ ડેમમાં પાણીનો સંગ્રહ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી મહાલના જણાવ્યા અનુસાર સરકારની ગાડી લાઈન મુજબ 1 લી જુલાઇ એ કરજણ ડેમ નું લેવલ 103 મીટરે રાખ્યું છે હાલ કરજણ ડેમની સપાટી મીટરે પહોંચી છે લેવલ પહોંચવા હજી ત્રણ મીટર બાકી છે ત્યારે કરજણ ડેમમાં પાણીનો સંગ્રહ કરવાની કામગીરી શરૂ કરાઇ છે તેથી હાલ કેનાલમાં ડાબા અને જમણા કાંઠાની નહેરમાં પાણી છોડવાનું બંધ કરાયું છે હાઇડ્રોપાવર માં પણ વીજ ઉત્પાદન બંધ કરાયું છે.
આજની તારીખે કરજણ ડેમમાં 37.66 ટકા ભરાયો છે. કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 178.93 મીટર છે જ્યારે ગ્રોસ સ્ટોરેજ 202.94 છે. ઉપરવાસના ઘંટોલીમાં 63 મીમી વરસાદ નોંધાયો છે.