રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ શહેરની પશ્ચિમે આન બાન શાન સમૂહ ઐતિહાસિક મુનસર તળાવ આવેલ છે. આ તળાવની મધ્યમાં મુનસરી માતાજી મંદિર આવેલ છે. મુનસરી માતાજીના મંદિરના નીચે કુદરતી વરસાદનું પાણી આવવાનાં ભુંગળા મૂકવામાં આવ્યા છે. ત્યારે મુનસરી માતાજીના મંદિરના પાછળના ભાગે વિરમગામ શહેરનું વરસાદી પાણી આવવાનો માર્ગ છે તે પુરાતત્વ ખાતાની અને સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી કરતા પાણી આવવાનો માર્ગ અને નાળા ની અંદર ઝાળી ઝાંખરા ગાંડી વેલ શડ કચરો સાફ-સફાઈ હજુ શરૂ કરવામાં આવેલ નથી. ચોમાસા પૂર્વ આ ઝાળી ઝાંખરાની સફાઈ કરવામાં આવતા ચોમાસા દરમ્યાન આ તળાવ વરસાદી પાણી થી છલોછલ ભરાઈ જાય પરંતુ પુરાતત્વ ખાતાની ઘોર બેદરકારીના અને જવાબદાર અધિકારીઓ હજુ ચોમાસું શરૂ થયું નથી. તે પહેલા પાણી એક જગ્યા એ સ્થાઈ થઇ ગયું છે તે પાણી નો નિકાલ જલ્દી થાય, વહેલામાં વહેલી તકે વરસાદી પાણી આવવાનાં માર્ગ ખુલ્લા કરે તેવી નગરજનોની પ્રબળ માંગણી છે જવાબદાર તંત્ર કાર્યવાહી કરશે.