અમદાવાદ શહેરમાં તૂટેલા રોડને લઇ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ અનેક ફરિયાદો આવી હતી. તેમણે અનેક ફરિયાદો મળતાં હવે શહેરમાં રોડ તોડવાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 12 મીટર પહોળાઈના તેમજ તેથી વધુ પહોળાઈના તમામ રીસરફેસ કરેલા રસ્તાઓ જેના ડીફેક્ટ લાયેબીલીટી પીરિયડ ચાલુ હોય તેવા તમામ રસ્તાઓ તેમજ તેને જોડતા તમામ જંકશનો ઉપર સરકારી/અર્ધ સરકારી/ખાનગી એજન્સી મારફતે જુદા જુદા હેતુ માટે રોડ તોડવા અંગેની આવેલી દરખાસ્ત માટે રોડ ઓપનીંગ પરમીશન ઈસ્યુ કરતા પહેલા તેમજ કોર્પોરેશન દ્વારા પણ કોઈપણ પ્રકારની સર્વિસ લાઈનના કામ માટે રોડ તોડતા પહેલા મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજુરી મેળવવાની રહેશે. તે ઉપરાંત શહેરમાં તાત્કાલિક ધોરણે કરવામાં આવતી કામગીરી જેવી કે પાણીનું લીકેજ, બ્રેકડાઉન તેમજ પોલ્યુશન વગેરે કામગીરી માટે ડીફેક્ટ લાયેબીલીટી પીરિયડ અંતર્ગતના રસ્તા તોડવાની કામગીરી માટે જે તે ઝોનના ડેપ્યુટી સિટી એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મંજુરી મેળવી વિના વિલંબે કામગીરી શરૂ કરવાની રહેશે. ટેક્નિકલ યોગ્ય ડીઝાઈન મુજબ રોડ રીઈન્સટેટમેન્ટ ની કામગીરી શક્ય તેટલી ઝડપી પૂર્ણ કરાવવા પણ સુચના આપવામાં આવી છે.ડીફેક્ટ લાયેબીલીટી પીરિયડ અંતર્ગતના રોડ ઉપર ઓછામાં ઓછો વિસ્તારમાં ખોદાણ થાય તે મુજબ રોડ ઓપનીંગ પરમીટ ઇસ્યુ કરવાની રહેશે. આ ઉપરાંત ઈસ્યુ કરેલા રોડ ઓપનીંગ પરમીટ અન્વયે કામ ચાલુ હોય તેવા સમયે જે તે એજન્સી,કોન્ટ્રાકટર કે કોર્પોરેશનના નામ સાથેના પુરતા પ્રમાણમાં બેરીકેડીંગ રાખી સલામતીના તમામ પગલા લેવામાં આવે અને કામગીરી પૂર્ણ થયા બાદ ટેક્નિકલ રીતે પુરતા પ્રમાણમાં વોટરીંગ,અને કોમ્પશનની કામગીરી કરવામાં તે જોવાનું કરવાનું રહેશે. ખોદાણ-પૂરાણની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરાવ્યા બાદ યોગ્ય ડીઝાઈન મુજબ રોડ રીઈન્સ્ટમેન્ટની કામગીરી પણ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે રીતે આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની સર્વીસ લાઈનોના કામમાં વોટરીંગ, કોમ્પશન યોગ્ય રીતે કરવા બાબતે તેમજ એક ચોમાસા સુધી રોડની જાળવણી બાબતે તેમજ રોડ રીઈન્સ્ટમેન્ટની આઇટમનો ટેન્ડરમાં સમાવેશ કરવા બાબતે ટેન્ડર સ્પેસીફીકેશનમાં અચુક પણે સમાવેશ કરવાનો રહેશે.