રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
અમુક લોકો પૈસા લઈને ગેરકાયદેસર રીતે કનેક્શન પણ આપી રહ્યા છે. પીવાના પાણી માટે દીવ ગુજરાત ઉપર નિર્ભર રહેવું પડે છે આ માટે દીવ પ્રશાસને ઉના તાલુકાના ચીખલકુબા ગામે આવેલ રાવલ ડેમમાંથી દીવને પીવાનું પુરતુ પાણી મળી રહે તેવું આયોજન કરેલું છે. દીવ પ્રશાસન દ્વારા દીવની જનતા ને પીવા માટે મીઠું અને શુદ્ધ પાણી મળી રહે એ માટે સરકારે પ્રાઇવેટ પોતાની માલિકીની પાઇપલાઇન નાખેલ છે. અહેમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર આવેલ મેજિક ઓ ડુમાર બીચ રિસોર્ટ ના મેનેજર, તેમજ નલિયા માંડવી ગામના અન્ય લોકો દ્વારા દીવ માલિકીની પાઇપલાઇન તોડી અને પાણીની ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે આમ તો આ પાણી ચોરીની ઘટના ઘણા સમયે પહેલાથી જ ચાલી રહેલ છે. વારંવાર સામાજિક આગેવાનો દ્વારા પ્રશાસનનું આ બાબતે ત્યાં પણ દોરવામાં આવ્યું છે પરંતુ પરિસ્થિતિ હાલ હજુ એમને એમ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી પસાર થતી આ પાઇપલાઇનમાં અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક આવેલ મેજિક કોડો માર બિચ રિસોર્ટ ના મેનેજર શ્રવણ સિંહ રાઠોડ રામસી લાખણોત્રા તેમજ નલિયા માંડવીના મહેમુદ શુમરા ઈકબાલ સુમરા ઇકબલ ઉસ્માન પાડો કુલ 6 સહિત અન્ય સામાજિક ઈસમો દ્વારા પસાર થતી પાણીની લાઇનમાં ત્રણ ઇંચ નો હોલ કરી ડામર રોડ તોડી બેધડક પાણીની ચોરી કરી રહ્યા છે વધુમાં આસપાસના ગામલોકો ને પૈસા લઈને ગેરકાયદેસર કનેક્શન પણ આપી રહ્યા છે આ બાબતે ગીર સોમનાથ સિંચાઇ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે અને આવા બેફામ બનેલા પાણીમાં ક્યાં હોને તત્કાલ ડામી દેવામાં નહીં આવે તો દીવમાં પહોંચી રહેલ પાણીનો ફોર્સ ઘટી જશે અને દીવ ને જરૂરિયાત મુજબનું પાણી મળવામાં મુશ્કેલી ઊભી થશે અત્રે ઉલ્લેખનીય છે કે રાવલ ડેમ થી દીવ સુધીની પાણીની પાઈપલાઈન દીવ તંત્ર દ્વારા પોતાના ખર્ચે નાંખવામાં આવેલી હોય તેમ જ રાવલ ડેમ માંથી આવતા પાણીની રકમ દીવ તંત્ર દ્વારા ગીર સોમનાથ સિંચાઇ વિભાગ ને કરાવવામાં આવે છે દીવ તંત્ર દ્વારા રાવલ ડેમ માંથી આવતા પાણી માટે મીટર મુકાયેલ હોય જેથી દીવમાં પહોંચતા પાણી ની રકમ ગીર સોમનાથ સિંચાઈ વિભાગની મીટર મુજબ ચુકવણી કરવામાં આવે છે અને દીવ પ્રસાસન બી વાસીઓ પાસેથી ઘરે-ઘરે મુકવામાં આવેલ મીટર મુજબ પૈસા વસુલે છે.
પરંતુ આવા અસામાજીક બેફામ બનેલા તત્વોથી ગુજરાત સિંચાઈ વિભાગની મસમોટી ખોટ સહન કરવાનો વારો આવશે અને ભવિષ્યમાં દીવની પૂરતા ફોર્સથી પાણી નહીં મળવાની સમસ્યા ઊભી થશે તેથી દીવ પ્રશાસન તેમજ ગુજરાત સિંચાઈ વિભાગ બન્નેએ સાથે મળી થઇ રહેલ પાણી ચોરી રોકવી જોઈએ તેવી લોકો માંગ ઉઠવા પામી છે.