રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટ ગ્રામ્ય ના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર એ પ્રોહી જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. ભાવેશભાઇ ચાવડા તથા પો.કોન્સ લખુભા રાઠોડ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે જેતપુર ટાકૂડીપરા મેઇનરોડ રંગોલી ટેઇલર પાસે જાહેર માં જુગાર ચાલતો હોય જે હકીકત આધારે રેઇડ કરતા જુગાર રમતા કુલ-૪ ઇસમોને રોકડ રૂ. ૧૨,૪૦૦/- સાથે તેમજ હાલ કોરોના વાઇરસ ની મહામારી ચાલતી હોય રાત્રીના નવ વાગ્યા પછી આવન જાવન તથા એકઠા થવાની સંપૂર્ણ મનાઇ હોય જે રોગ માણસ ના સંપર્કમાં આવવાથી આ ચેપ નો રોગ લાગી શકે તેમ હોવાનુ જાણવા છતા બધા ઇરાદા પૂર્વક ફક્ત જુગાર રમવાના હેતુથી ભેગા થતા મે. જીલ્લા મેજી સા.શ્રી રાજકોટ નાઓના જાહેરનામા ક્ર્માંક નં.જે/એમએજી /કોરોના/ જા.નામુ/ફા.નં.૦૨/૨૦૨૦(૨૦) તારીખ ૦૮/૦૬/૨૦૨૦ નો ભંગ કરેલ છે જેથી ચારેય ઇસમો ને પકડી જુ.ધા. કલમ ૧૨ તથા ઇ.પી.કો કલમ-૧૮૮,૨૬૯ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અટક કરેલ આરોપીઓ
(૧) પ્રફૂલભાઇ રતીભાઇ રામાણી જાતે પટેલ ઉ.વ ૩૮ રહે જેતપુર,બાપુનીવાડીપટેલ સોસાયટી નંદનવન સો.સા. શેરી નં ૧
(૨) નીલેશભાઇ વજુભાઇ બારૈયા જાતે કોળી ઉવ.૩૪ રહે. જેતપુર કોળી લાઇન બાપુની વાડી
(૩) કિરીટભાઇ દયાળજીભાઇ વાઢેર જાતે વાણંદ ઉ.વ ૩૩ રહે જેતપુર બાપુની વાડી ડી.એસ.પાન પાસે
(૪) ભરતભાઇ ત્રીકમભાઇ ખુહા જાતે સિંધી ઉ.વ ૪૪ રહે જેતપુર બાવાવળા પરા બેંકવાળી શેરી