રિપોર્ટર: દિપક જોષી
જિલ્લાના અગ્રણી બિલ્ડર હસુ ભંડેરી અને દિપક બાલસરાના સેવાભાવી સહયોગથી ભોજન વ્યવસ્થા કરાઈ.
રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થા એટલે સમાજ સેવા કેન્દ્રના શ્રીમતી સોનલ ડાંગરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા અગ્રગણી બિલ્ડર હસુ ભંડેરી અને દિપક બાલસરા નાઓના સહયોગથી કસ્તુરબા આશ્રમમાં મંદબુદ્ધિજીવીઓને સ્વાદિષ્ટ ભોજન અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સમાજ સેવા કેન્દ્રના વોલેનટિયર્સ રવિરાજ નિરંજની, મયુર શીંગાળા,જીગ્નેશ ટીલારા અને આરતી કુંડારિયા, પારૂલ સાવલિયા દ્વારા આશ્રમ ખાતે સંસ્થાપક ધીરૂભાઇ કોરાટની ઉપસ્થિતિમા મંદબુદ્ધિજીવી અન્નાર્થીઓને સ્વાદિષ્ટ અને સુપાચ્ય ભોજન પીરસાયું હતું.
વધુ માહિતી મુજબ કસ્તુરબા આશ્રમના સંસ્થાપક ધીરૂભાઈ કોરાટ વર્ષ ૨૦૦૩ થી સતત કાર્યરત રહ્યા છે. અવાર-નવાર આ આશ્રમમાં મંદબુદ્ધિજીવીઓ માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ભોજન અર્પણ થતુ હોય છે.
આશ્રમના સ્થાપક ધીરૂભાઇ કોરાટની સમાજ સેવા કેન્દ્રના સોનલ ડાંગરિયા દ્વારા પ્રાથમિક મુલાકાત લેવાઈ હતી, જેમાં મંદબુદ્ધિજીવીઓ માટે જાણકારી મેળવી શ્રીમતી ડાંગરિયા દ્વારા પ્રેરણાત્મક વિચાર પ્રગટ થતા ૧૪૦ જેટલા મંદબુદ્ધિજીવીઓ માટે સમાજ સેવા કેન્દ્રની ટીમના સહયોગથી ભોજન વિતરણ કરાયું હતું.
શ્રીમતિ સોનલ ડાંગરિયા દ્વારા વિવિધ સમાજલક્ષી પ્રવુતીમા સમયાંતરે ભોજન વ્યવસ્થા કરવામાં આવતી રહે છે.
અંતે આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો અને ધીરૂભાઇ દ્વારા સોનલ ડાંગરિયાને સંસ્થા વતી બિરદાવી અને સતત આવા ઉમદા વિચાર કરતા રહે અને સમાજ સેવા કેન્દ્રની પ્રતિભા મા સતત સેવાકીય પ્રકાશ પથરાતો રહે અને યશ કીર્તિ પ્રકાશમાન થતાં રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. પ્રત્યુત્તરમાં શ્રીમતી સોનલ ડાંગરિયા આશ્રમનો મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરાવાનો અવસર પ્રાપ્ત કરાવવા બદલ મંદબુદ્ધિજીવીઓને સમાજ સેવા કેન્દ્ર સહિત સંસ્થાપક ધીરૂભાઇ કોરાટનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરે છે.