રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયેલ હતો. આ વરસાદથી ખેડૂતોએ કરેલી ત્રણ ત્રણ વખતની મેનત પણ પાણી ફરી વળ્યુ છે. વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્યા નથી અને રસ્તો કે જે ખેતરોમાં જવા આવવાના હોય તે પણ પાણીમાં ગરકાવ થયા છે. અહીં આ વિસ્તરણ ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારને લીલો દુષ્કાળ જાહેર કરે કારણ કે અહીં પાણી પાણી અને વિસ્તારમાં પ્રકૃતિ ખીલી ઉથી છે. આ સ્થિતિને કારણે ખેડૂતોને ફટકો પડ્યો છે વહેલી તકે સર્વે કરવી યોગ્ય વળતર અને સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.