રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
કોરોનાથી અનેક લોકો સંક્રમિત થયા છે તેમજ મોતના મુખમાં પણ હોમાઈ જાય છે હજુ સુધી તેની રસી શોધાઈ ન હોય આ રોગથી બચવા સેનીટાઈઝર અને માસ્ક નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી હોય કોરોના થી બચવા આયુર્વેદિક ઉપચાર એ દરેક લોકોના રસોડામાં વપરાતી સૂંઠ ખાવાથી કોરોના ના ઇન્ફેક્શનથી બચી શકાય છે.આ અંગે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને શહેરના સિનિયર ડોક્ટર ડૉ.વાધવાણી સાહેબ ના માર્ગદર્શન થી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર જેતપુર દ્વારા ઉકાળો અને સૂંઠ નાં પડિકી સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવતા આજ રોજ શ્રી સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા જેતલસર ગામના રહેતા 350 પરિવારોમાં ઉકાળો તેમજ શુંઠ વિતરણ કરવામાં આવ્યું અને તે અંગે લોકોને જાગૃત કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા જેતપુર તાલુકા અને નગરપાલિકા સંયોજક પરિનભાઈ ક્યાડા ,રસિકભાઈ બાટવીયા,વિજયભાઈ ચૌહાણ તથા જેતલસર જંકશન ના સરપંચ ગોરધનભાઇ અને સ્વામી વિવેકાનં યુવા કેન્દ્રના સંયોજક ચિંતનભ,જયદીપભાઈ,રાહુલભાઈ,યુવરાજભાઈ તેમજ ઉત્તમભાઈ આર્યન હુદડ તથા જેતલસર જંકશનના મહિલા મંડળના સદસ્યો જોડાયેલા હતા.