રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં કવિડ-૧૯ ના સંક્રમણ ને રોકવા લેવાયા પગલાં તમામ લારી,શાકભાજી, પાથરણા ના વેપાર કરતા તમામને મેડિકલ ચેકઅપ કરાવી તમામને હેલ્થ કાર્ડ સાથે ઓળખકાર્ડ કાઢી આપવામાં આવ્યા જેથી તે ફેરિયાઓ જ માર્કેટમાં શાકભાજી ફ્રૂટ,વેચાણ કરી શકશે અને આ કામ માટે અર્બન હેલ્થ સેન્ટર ઉના દ્વારા તમામ નો મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે જો કોઇ ગંભીર લક્ષણો જણાય તો તેને અલગ રાખી સારવાર આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને અર્બન હેલ્થ સેન્ટર ના ડોક્ટર યોગેશ જાદવ દ્વારા જણાવામાં આવ્યું છે આ કામગીરીથી મદહંસે કોરોના ફેલાતા અટકાવી શકાય.