રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપલા
માર્ચ મહિનાથી કોરોનાની મહામારી એ ભારતમાં પ્રવેશ કર્યા બાદ ભારત અને ગુજરાત સરકારે વિવિધ પ્રયત્નો થકી કોરોના ની મહામારી સામે બાથ ભીડી લોકોને સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક નું મહત્વ સમજાવ્યું, સમગ્ર ભારતે પહેલી વખત લોકડાઉન આટલું બધો લાંબો સમય બંધ જોયુ અને ઘરમાં રહીને જ કામકાજ પણ કરી શકાય અને કુટુંબ ને સમય પણ આપી શકાય તે જોયું અને જાણ્યું. તબક્કાવાર સરકારના આદેશો બાદ લોકડાઉન નો અમલ ભારત ની જનતા એ કર્યો પરંતુ કોરોના ની મહામારી માં સમજદારી અને સાવચેતી જ મહત્વની છે. ત્યારે સરકારે ૧ લી જૂન થી અનલોક-૧ હેઠળ કેટલીક છૂટછાટ પણ આપી પરંતુ કોરોનાની મહામારી હજી ગઈ નથી અને તેમાં કેવા પાલન કરવાના તેની જાગૃતિ માટે નર્મદા જિલ્લાના માંગરોળ ગામના વ્યક્તિ મહેન્દ્રભાઈ પ્રજાપતિ એ સ્વખર્ચે કાપડ ની થેલીઓ બનાવી આ થેલી ઉપર “જીતશે ગુજરાત હારશે કોરોના” ના સ્લોગન સાથે હું પણ કોરોના વોરિયર લખી કોરોના અંગેની જાગૃતિ આપતું લખાણ લખ્યું અને આ થેલી વિના મુલ્યે ધાર્મિક સ્થળો અને બજાર વિસ્તાર માં આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ એક વિડિઓ સંદેશ માં જણાવ્યું હતું કે આપણે બધાજ કોરોના વોરિયર બનીએ અને કોરોના સામેના આ જંગ ને જીતીએ અને તેથીજ મેં આ થેલી પર મારા ફોટા સાથે જિલ્લાના કેટલાક કોરોના વોરિયર્સ સાથે ફોટા મૂકી મુખ્ય મંત્રી ના ફોટા સાથે આ સંદેશ કાપડની થેલી પર છપાવી વિના મુલ્યે આ થેલીનું વિતરણ કરી લોકો માં કોરોના થી બચવાની જાગૃતિ ફેલાવી છે અને સૌને કોરોના વોરિયર બનવા અપીલ કરું છું, કોઈ ની પણ સહાય વગર કોરોના અંગે ની જાગૃતિ ફેલાવનાર આ વામન કદ ના વિરાટ માનવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ ની પહેલ ખરેખર સરાહનીય છે.