રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ ખાતે પ્રેસ કલબ ઓફ જાફરાબાદ ના પત્રકારો ની સામાન્ય મિટિંગ વરિષ્ઠ પત્રકાર એચ. એમ. ઘોરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને બોલાવવામા આવી હતી.
આ મિટિંગ વરુડી માતાજી મંદિર ના પ્રટાંગનમા રાખવામા આવેલ હતી તેમા લોકડોઉન ધ્યાન મા રાખી તેમના નિયમોનું પાલન કરી માસ્ક પેરી સોશ્યિલ ડિસ્ટન્સ રાખી આ મિટિંગ ની શરૂઆત કરવામાં આવેલ હતી. જાફરાબાદ ના વરિષ્ઠ પત્રકાર એચ. એમ. ઘોરી સાહેબ નું સાલ તેમજ ફુલહારથી સન્માન કરવામાં આવેલ અને જાફરાબાદ પ્રેસ ક્લબના પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણ આર.સોલંકી એ પોતાનું રાજીનામુ સ્વૈચ્છિક રીતે આપેલ હોય અને તે રાજીનામુ સર્વા નું મતે મંજુર કરી સ્વીકારવામા આવેલ સાથે તેઓને સાલ તેમજ ફુલહર કરી સન્માનિત કરી ભાવ સભાર વિદાય આપવામાં આવેલ અને આ મિટિંગ મા બાંભણીયા ગૌરાંગ ડૉક્ટર ને પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ નું સાલ તેમજ ફૂલહાર કરી સન્માનીત કરવામાં આવેલ તેમજ ઉપપ્રમુખ તરીકે બાબુ ભાઈ બી. વાઢેળ ની વરણી કરવામા આવેલ અને મહામંત્રી તરીકે ડી ડી વારુ અને મંત્રી તરીકે ફિરોજ ખાન પઠાણ ખજાનચી તરીકે કાળુંશા બાપુ કનૌજિયા ની વરણી કરવામાં આવેલ અને તેઓ ને શુભેચ્છા પાઠવવામા આવેલ હતી.
આ પ્રેસ કલબ દ્વારા જાફરાબાદ શહેર તેમજ તાલુકાના વિકાસમા સંપૂર્ણ સહયોગ અને યોગદાન આપવું તેમ નક્કી કરવા આવેલ આ મિટિંગમા પ્રેસ કલબ ના ઉપસ્થિત સભ્યો ગૌતમ ભાઈ માલનીયા, મહેશ ભાઈ બારૈયા, રસુલ ખાન પઠાણ, ભુપત ભાઈ સાંખટ, વગેરે પત્રકાર શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.