રિપોર્ટર :ભુપત સાંખટ અમરેલી
આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે એશીયાઈ સિંહોનું બીજુ રહેઠાણ એટલે કે અમરેલી જિલ્લો ( બૃહદ ગીર વિસ્તાર ) જયાં આ એશીયાઈ સિંહોનું કાયમી રહેઠાણ બની ગયું છે. અને ઘણા લાંબા સમયથી અહિં સિંહો વસવાટ કરે છે. અને પોતાના બચ્ચાંને જન્મ આપી ઉછેર પણ કરે છે . પરંતુ ગત તા .૧૮ / ૦૮ / ૨૦૨૧ ના રાત્રીના સમયે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજુલાના કોવાયા વિસ્તારમાંથી ૩ સિંહણ અને ૨ પાઠડાંને ઉપાડી લઈ જવામાં આવ્યા છે . આ સિંહો દ્વારા કોઈ માનવ ઈજા કરવામાં આવી નથી . તથા માવને કોઈ કનડગત પણ કરવામાં આવતી નથી . અને આ સિંહો સંપુર્ણ રીતે તંદુરસ્ત છે . તો આ સિંહોને પોતાના કુદરતી રહેઠાણમાંથી ખસેડી શકાય નહી . આમ છતાં ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આ સિંહ પરીવારને પોતાના કુદરતી વિસ્તારમાંથી શા માટે ઉપાડી જવામાં આવ્યા ? તે બાબતે લાગતા વળગતાં ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ સાથે વાત કરતાં તે આ બનાવ બાબતે મૌન સેવીને બેઠા છે . તેમજ આ સિંહોને કયાં લઈ જવાનાં છે તે બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી . આથી ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના તમામ એન.જી.ઓ. તથા પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ દ્વારા કોવાયાથી લઈ ગયેલાં સિંહોને ફરીથી તેમના કુદરતી આવાસ સ્થાને પરત મુકવામાં આવે તેવી માંગણી રાજુલા જાફરાબાદ ઉનાના સિંહ પ્રેમીઓ દ્વારા કરાઈ હતી. જો આ બાબતે કોઈપણ જાતનું ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા ધ્યાન દોરવામાં નહી આવે તો ટુંક સમયમાં ખુબ જ ઉગ્ર આંદોલન કરવાની પર્યાવરણ પ્રેમીઓને ફરજ પડશે, તેમ વાઈલ્ડ લાઈફના પૂર્વ જિલ્લા અધ્યક્ષ વિપુલ લહેરીએ જણાવ્યું હતું.ઉગ્ર આંદોલનના જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ રહેશે.